________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૩ સાધ્યતા સાથે ધર્મ અને મેક્ષની સાધ્યતા સંપૂર્ણપણે રહી શકતી જ નથી, અને તેથી જ અનાદિ કાલથી ધર્મ અને મેક્ષની દષ્ટિને ધારણ કરનારા જીવો સંસારથી, એટલે કે દુનિયાના બાહ્ય સંસર્ગથી નિવૃત્ત જ થાય છે. સંસારથી નિવૃત્ત થનારને જ ધર્મ અને મોક્ષની પરમ સાધ્યતા થઈ છે એમ ગણાય. શ્રી તીર્થકરદે, કે જેઓ માતાના ઉદરમાં અવતરવાના વખતથી પણ અપ્રતિપાતિ (કદી નહિ જનાર) મતિ, શ્રત અને અવધિ જ્ઞાનને ધારણ કરનાર હોય છે, તેઓ પણ મોક્ષ માટે સંસારથી નિવૃત્ત થઈને ત્યાગધર્મને જ આદરે છે. જગતના વ્યવહારની અપેક્ષાએ પણ વિચારવામાં આવે, તો જ્યાં સુધી સંસારને ત્યાગ કરવામાં ન આવે અને કુટુંબકબીલા, ધનમાલ, હાટ હવેલી અને પૈસાટકાના સંબંધમાં રહેવામાં આવે, ત્યાં સુધી તેને ત્યાગી ગણવામાં આવતું નથી. શાસ્ત્રમર્યાદા પણ કહે છે કે–“તેવા કુટુંબકબીલાવાળાને મન:પર્યવ નામનું જે ચોથું જ્ઞાન છે તે થતું નથી. શાસનપતિ ભગવાન શ્રી મહાવીરદેવ બે વરસ સુધી ગૃહસ્થાવાસમાં ત્યાગીપણે રહ્યા : કુટુંબને સંસર્ગ ન કરે, અચિત્ત ભેજન કરવું, અચિત્ત જલ પીવું, સ્નાન ન કરવું, બ્રહ્મચર્ય પાળવું, રાજખટપટમાં ન ઉતરવું અને કોઈ પણ દુનિયાદારીને વ્યવહાર કરે નહિ, એવું ત્યાગીપણું અંગીકાર કર્યા છતાં પણ તેઓશ્રીને મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું નહિ અને જ્યારે સર્વથા સર્વસાવદ્ય ત્યાગ કર્યો ને સાધુપણું અંગીકાર કરી ગૃહસ્થાવાસમાંથી ચાલી નીકળ્યા, તે વખતે તત્કાળ તેઓને ચેાથું મન:પર્યવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com