________________
૧૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સંસારને તરી જાય છે. અભવ્ય કે મિથ્યાદૃષ્ટી છે, સાધુ વેષમાં રહીને મેક્ષની ઉત્કૃષ્ટતા અને પરમ સાધ્યતા ન જણાવતા હત, તો તે દ્વારા ભવ્ય શ્રોતાઓને સમ્યક્ત્વની ઉત્તિ થવાનું શાસ્ત્રકારે કહેત નહિ. આ બધી હકીક્ત વિચારતાં ખાત્રી થશે કે-દ્રવ્ય થકી થયેલા (માત્ર નામના) સાધુઓ પણ મેક્ષ શિવાય બીજાની, એટલે કે-અર્થ અને કામની સાધ્યતા બતાવે નહિ : તે પરમેષ્ટી–અંતર્ગત સાધુપદમાં રહેલ સાધુઓને અર્થ અને કામની સાધ્યતા અને તેને ઉપદેશ ઘટી શકે જ નહિ. તેઓને તે કેવલ મેક્ષ માટે ધર્મ તરફ લક્ષ્ય રાખવાનું હોય છે. જ્યારે મેક્ષ અને તેને માટે કરાતે ધર્મ એજ સાધુઓનું સાધ્ય, તે ત્યાં ધર્મ અને મેક્ષ શિવાયની વસ્તુની સાધ્યતા કે ઉત્કૃષ્ટપણાની માન્યતા હોય જ કયાંથી?
મોક્ષનું અદ્વિતીય લિંગ અને મહત્તા આગળ જોઈ ગયા તે પ્રમાણે જ્યારે સાધુઓને ધર્મ અને મોક્ષ જ સાધવે છે, તે પછી તેઓએ દુનિઆદારીના કેઈપણ સંસર્ગથી દૂર રહેવું જોઈએ, એજ હિતાવહ છે. દુનિયાદારીમાં રહેવું, કુટુંબ-કબીલાની સાથે વર્તાવ રાખવે, વિગેરે જે જે કાર્યો સંસારમાં થાય છે, તે બધાં કેવલ અર્થ કામને માટે જ છે, અને તેથી તેમાં રહેનાર મનુષ્ય કેવલ ધર્મ અને મોક્ષની સાધ્યતા રાખવા સમર્થ થઈ શકતું નથી. જગતમાં જેમ એક આધારભૂત ભાજનમાં બે વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ભરી શકાતી નથી, તેમ મન અને આત્માને અંગે પણ અર્થ અને કામની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com