________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૧ કે–અર્થ અને કામના પદાર્થો તરફ પ્રીતિ થવી, તેને માટે ઉદ્યમ થે, એ કર્મવશ સહજ છે. જગતમાં તેને માટેનાં સાધને ઠામઠામ છે અને તે સાધનથી કેઈપણ અંશે આત્મકલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું નથી, એટલા માટે કેવળ મોક્ષમાર્ગમાં મદદ કરનાર સાધુ આદિનો જ સંસર્ગ શ્રાવકો કરે છે. છતાં પણ જે સાધુ તરવાને રસ્તો ન બતાવતાં, સંસારમાં ડબવાનાં કારણો–જે અર્થ અને કામ છે, તેની તરફ જ શ્રાવકેને ધકેલે, તો તે સાધુવેષને ધારણ કરવાવાળા છતાં પણ વિશ્વાસઘાતી, શાસનાદ્રોહી અને ધર્મના લુંટારા બને છે. તેવાઓનું દર્શન પણ સંસારસમુદ્રમાં ડૂબાડનાર છે, એમ ધારીને જેન શ્રોતાઓ તેવા અર્થ-કામની દેશના આપનાર સાધુને સ્વપ્નાંતરે પણ ગુરૂ તરીકે માને જ નહિ. તેથી માનપૂજાના લોભી દ્રવ્ય સાધુને, મોક્ષની ઉત્કૃષ્ટતા અને પરમ સાધ્યતા કહેવી પડે છે, પણ તેના આત્મામાં મોક્ષની પરમ સાધ્યતા ન હોવાથી સાધુપણું પાળવા છતાં પણ અનંતકાલ સુધી તેની મુકિત થઈ શકતી નથી. અભવ્ય જી પણ જ્યારે જ્યારે દ્રવ્યથી સાધુપણું લે છે, ત્યારે ત્યારે પિતાની શ્રદ્ધા કે સાધ્યતા મોક્ષને માટે નહિ છતાં પણ, જેન સંઘની અભિરૂચીને ખાતર મેક્ષની ઉત્કૃષ્ટતાને પરમ સાધ્યતા કહે છે અને તેથી જ તે બધાને દીપક નામના સમ્યકત્વની સત્તા શાસ્ત્રકારે સ્વીકારે છે. તેના કથનથી શ્રોતાઓને મોક્ષ સુધીનાં તત્ત્વનું જાણવાપણું, માનવાપણું અને હિય–ઉપાદેયને વિભાગ કરવાપણું થાય છે, અને તેવા અભવ્ય કે મિથ્યાર્થી જીવથી પ્રતિબધ પામીને અનંતા આત્માઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com