________________
૧૦ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
સાધુઓનું સાધ્ય
જૈન શાસ્ત્રકારા ‘સાધુ શબ્દની વ્યુત્પત્તિ કરતાં સાધુઆને મેાક્ષ શિવાયની સાધ્યતા રાખવાના નિષેધ કરે છે; અર્થાત્ જેઆ મેાક્ષના ઉદ્દેશ ચૂકી જાય, તેવાઓને સાચા સાધુપણાની કોટિમાં મૂકવાની સાફ ના પાડે છે. જે જીવા વ્યવહાર રાશીમાં અનંતા કાળથી આવ્યા છે, તે દરેક જીવાને નવ ચૈવેયક સુધી લઇ જનારૂં કષાયરહિત જેવું શુકૂલલેશ્યાના પરિણામે પહોંચવાવાળું અને વિરાધના વગરનું સાધુપણું અનંતી વખત મલી ગયું, છતાં તે સર્વે અવસ્થામાં પરમેષ્ટીપદની અંતર્ગત એવા સાધુઓને છાજતું સાધુપણું માન્યું નહિ; કારણ કે—બધી વખત ચારિત્ર પાલતાં તે જીવે મેાક્ષને ખીલકુલ લક્ષ્યમાં રાખ્યું. નહેાતા : તેણે તેા કેવળ દેવલાકને, રાજાપણાને, ઋદ્ધિ–સમૃદ્ધિને, માનપૂજાને ઈરાદે એવા એવા ઉદ્દેશે। રાખીને સાધુપણું પામ્યું હતું. તેવા સાધુઓને પણ, લેાકેાથી માનપૂજાદિકની પ્રાપ્તિ કરવા માટે, મેાક્ષની ઉત્કૃષ્ટતાના ઉપદેશ તા કરવા પડતા હતા અને તેની જ સામ્યતા રાખવાને કહેવું પડતું હતું : કારણકે–જૈનશાસનના પગથીએ ચઢેલા મનુષ્ય પણ મેક્ષ શિવાય બીજી સામ્યતાને રાખવાવાલા હાય નહિ ! જૈન થવા માગનારાઓએ પહેલાં સમ્યકૃત્વ ઉપાર્જન કરવું પડે છે. તે સમ્યકૃત્વની પ્રાપ્તિ સાથે સંસારથી વૈરાગ્ય અને મેાક્ષસુખની ઈચ્છા જાગે છે. તેથી તે શ્રોતાએ સ્વપ્નાંતરે પણ જે અર્થ તથા કામના વિષયના ઉપદેશ આપનાર હોય, તેમને સાધુ તરીકે ગણતા જ નથી. તે એમ સમજે છે
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com