________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૯ કહેવામાં આવે છે, તેને તીર્થ માની લઈએ તે હરકત શી? આ શંકા તે શબ્દોના અર્થ વિચારવામાં આવે તે રહેતી જ નથી. શ્રમણે પાસક અને શ્રમણે પાસિકાના શબ્દાર્થ ચેકનું બતાવે છે કે-સાધુવની ઉપાસના કરનાર પુરૂષવર્ગ તે શ્રમણે પાસક અને સ્ત્રી વર્ગ તે શ્રમણ પાસિકા. અર્થા–આ બન્ને શબ્દો શ્રમણની ઉપાસનાને અંગે કહેવામાં આવ્યા છે અને જ્યારે મહાવત ધરનાર શ્રમણ કે શ્રમ વર્ગ જ ન હોય, તે ઉપાસના કેના? આથી સ્પષ્ટ થાય છે કે-શાસન, તીર્થ, ધર્મ, એ બધાનું મૂળ સાધુઓ જ છે અને તેટલા માટે શાસ્ત્રકારેએ કહ્યું કે-નિર્ગથ સાધુ વિના તીર્થ હોય જ નહિ.
ઉદ્દેશ મોક્ષનો! ઉપર જણાવ્યા પ્રમાણે ગુરૂતત્વ એટલે કે સાધુવર્ગ જ્યારે ધર્મ, તીર્થે, શાસ્ત્ર એ બધાના મૂળ આધારભૂત છે, તે સાધુઓની સર્વથી પહેલી જરૂર છે, એમ કબૂલ કરવું પડશે. જેનશાસ્ત્ર પ્રમાણે સાધુ થનારાઓને અર્થ અને કામને ઉદ્દેશ સર્વથા છોડી દેવાનો હોય છે. તેને તો કેવલ મેક્ષની જ સાધ્યતા રાખવાની હોય છે. જો કે તેઓ દાનાદિક ધર્મને માનનારા, કહેનારા અને અનુમોદનારા હોય છે, પણ તે બધાનું સાધ્ય મેક્ષનું જ હોય છે. મેક્ષના સાધ્ય વિનાના દાનાદિકને તેઓ અનમેદન આદિના વિષયમાં લેતા નથી. જે મહાવ્રતા સાધુપણામાં પ્રાણભૂત છે, તે મહાવતને પણ તેઓ મોક્ષની સાધતાથી જ કરવા ગ્ય માને છે. તત્ત્વથી ધર્મ પણ મોક્ષના ઉદ્દેશથી જ કરવા યોગ્ય ગણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com