________________
૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પણ જી થાય, તેજ તીર્થ સ્થપાય. આ દેશનામાં કોઈપણ જીવે દીક્ષા લીધી નહિં, તેથી તે દિવસે શાસનની સ્થાપના થઈ નહિ અને તેથી જ શાસ્ત્રકારોએ તે દીક્ષા વગરની પહેલી દેશનને (આશ્ચર્ય રૂપે) અફલ દેશના ગણું. બીજે દિવસે
જ્યારે ભગવાને ત્યાંથી દૂર એવી પાવાપુરીમાં ગણધરેને પ્રતિબોધીને દીક્ષા આપી, ત્યારે જ તીર્થની સ્થાપના થઈ. પહેલા સમવસરણમાં ભગવાન પોતે જે કે સર્વવિરતિવાલા હતા, પણ તેઓ તો દેવતત્વમાં હતા અને અન્ય કોઈએ ત્યાં દીક્ષા ન લીધી, તેથી તે દેશના નિષ્ફળ કહેવાઈ. તીર્થની સ્થાપના ત્યારે જ થાય છે કે-જ્યારે તેને પણ સર્વવિરતિ (દીક્ષા) થાય. આ હકીક્ત ઉપરથી સિદ્ધ થાય છે કેસાધુએ વગર તીર્થ હોતું નથી. સાધુ એટલે ગુરૂતત્ત્વની ઉત્પત્તિ, તેની સાથે જ તીર્થની ઉત્પત્તિ થાય છે, એટલું જ નહિં પણ નિગ્રંથ શિવાય તીર્થ એટલે શાસનની કે ધર્મની સ્થિતિ પણ હોતી નથી. અને તેથી જ પાંચમા આરાના છેડે પણ પહેલાં સાધુઓનો વિચછેદ થશે, પછી જ તીર્થનો વિચ્છેદ થશે. જ્યારે આવી રીતે તીર્થની ઉત્પત્તિ, સાધુની ઉત્પત્તિ સાથે થાય અને સાધુધર્મને નાશ થયા પછી જ સંઘધર્મને નાશ થાય, તો શાસનને ચલાવનાર, શાસનને આધાર તેમજ શાસનને વધારનાર જે કંઈ પણ હોય, તે તે માત્ર સાધુ મહાત્માઓ જ છે,એ વાત સ્પષ્ટ થાય છે. કદાચ એમ કહેવામાં આવે કે-શ્રમણવર્ગ અને શ્રમણવર્ગ કે જે સાધુ અને સાધ્વીના નામથી ઓળખાય છે તે ન હોય, તે પણ શ્રમણે પાસક અને શ્રમણે પાસિકા જેને શ્રાવક અને શ્રાવિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com