________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ પ
કર્મનું આવવું, આવવાનાં દ્વાર, કર્મના આત્માની સાથે સંબંધ, કર્મનું વેદવું, અને આત્માથી કર્મનું જુદું પડવું, ચાવત-સર્વે કર્મો ક્ષય કરીને આત્માને પેાતાના સ્વરૂપમાં સદાને માટે રહેવું-આ બધા પદાર્થ કોઈપણ પ્રકારે ચક્ષુ આદિ ઇન્દ્રિયાના વિષયમાં આવે તેવા નથી. તેમજ તેનાં એવાં કાઈ ચિના પણુ જગતમાં દૃષ્ટિગોચર થતાં નથી, કે જેથી તે તત્ત્વા માનવાની ફરજ પડે. જેમ તે જીવાદિક તત્ત્વા સાક્ષાત્ જણાતાં નથી, તેમ અનુમાનથી પણ તેઓને પાકા નિર્ણય થાય એ સંભવિત નથી. પ્રત્યક્ષ અને અનુમાનથી જીવાદિ તત્ત્વાને જ્યારે નિર્ણય ન થાય, ત્યારે તે તત્ત્વાના નિર્ણય માટે શાસ્ત્ર એક આધાર છે. તેથી શાસ્ત્રો તેવા પુરૂષાનાં કહેલાં હેાવાં જોઇએ, કે જેઓ દશ્ય-અદૃશ્ય, સૂક્ષ્મ–ખાદર, નજીક કે દૂર, રૂપી કે અરૂપી, મારું કે ભારી, એવા જગતના સર્વ પદાર્થો જાણનારા, અર્થાત્ સર્વજ્ઞ હાય. સર્વજ્ઞકથિત શાસ્ત્રોના આધારે જીવાદિ પદાર્થો નિશ્ચિત રીતે જાણવામાં આવે છે. આથી દરેક વિદ્વાને એમ માનવુંજ પડશે કે—પુણ્યનાં કે પાપનાં, સતિનાં કે દુર્ગતિનાં, સંસારનાં કે મેાક્ષનાં કારણેા, કે જે ઉપરાક્ત શાસ્ત્રવિહિત હોય, શાસ્ત્રમાં જેના ઉલ્લેખ હોય તેને જ માની શકાય. ભગવાન્ શ્રી રિભદ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના અનાવેલા ષોડશક પ્રકરણ’માં જણાવે છે કે
46
અન્યભવ સબંધીના કાર્યમાં શાસ્ત્ર એજ
પ્રમાણ છે. ”
**
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com