________________
૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વળી દેવતત્વમાં મનાતા દેવેને વખત તેમની હયાતિ એટલેજ હેય છે, ત્યારે ગુરુતત્વમાં દાખલ થતા ગુરૂમહારાજાઓને વખત ધર્મની પ્રવૃત્તિથી માંડીને છેવટ ધર્મના અભાવ સુધી હોય છે; અર્થાત-જગતને ઘણું જીવને ગુરૂતત્વદ્વારાએ જ તરવાનું બને છે. ગુરૂએ તેને જ કહેવાય કે-જેઓ દર્શન-પ્રવર્તક દેવના કહેવા પ્રમાણે, તેમનાં કહેલાં શાસ્ત્રો પ્રમાણે આચાર રાખતા હોય. દેવ અને ગુરૂ બને તત્ત્વને તે શાસ્ત્રના આધારે જ માની શકાય, કે જે શાસ્ત્રની પ્રરૂપણું પૂર્વાપર વિધે કરીને રહિત હોય, દષ્ટ અને ઈષ્ટથી અબાધિત હોય, નિર્વાણુરૂપ પરમાર્થને જ કહેનારી હોય, હિંસાદિકના પરિહારને માટે સ્થાન સ્થાન પર તેને નિષેધ કરનાર વાકર્યો હોય, તેમજ આત્મકલ્યાણને માટે ધ્યાનઅધ્યયન આદિકની કર્તવ્યતા જણાવવામાં આવી હાય. આવાં શાસ્ત્રોનું કથન કે ઉત્પાદન વીતરાગ યાને સર્વજ્ઞ પ્રભુથી જ થઈ શકે છે. દેવ અને ગુરૂતત્વની ઓળખાણ ભવ્ય જીને આવાં શાસ્ત્રોથી જ થઈ શકે છે.
શાસ્ત્રોની જરૂરીઆત
ઉપર જણાવેલ હકીકતથી વિચક્ષણ જનેને જરૂર માલમ પડશે કે–દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે ત ને આધાર શાસ્ત્રોની શુદ્ધતા ઉપર જ છે. જીવ, કર્મ, પુણ્ય, પાપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com