________________
કે ફ્રી વાર્શ્વનાથાય નમઃ |
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
દેવ, ગુરૂ અને શાસ્ત્રની સાચી ઓળખ
દરેક આસ્તિકતા ધરાવનારાં દર્શનમાં જેમ દેવ તત્વની
• જરૂર માનવામાં આવી છે, તેવી જ રીતે તેટલી જ બલકે કેઈક અપેક્ષાએ તેથી વધારે જરૂર ગુરૂતત્વની માનવામાં આવેલી છે, કારણ કે-ગુરૂતત્ત્વની પ્રવૃત્તિ સદાચારની હોય છે. આ સદાચારની છાયાવડે દેવતત્ત્વની શુદ્ધ પ્રવૃત્તિની પિછાણ થાય છે, અને તેથી જ કાલાંતરે પણ થઈ ગયેલ દેવેને દેવ તરીકે શ્રદ્ધા પૂર્વક માની શકાય છે. ગુરૂતત્ત્વમાં દાખલ થયેલા ગુરૂમહારાજાએ સંસારથી વિરક્ત થવા સાથે સદાચારને નિભાવવા કટિબદ્ધ રહે છે, તે દેખીને દેવતત્ત્વને તેવા સદાચરણમાં રહેલા માની શકવામાં મુશ્કેલી પડતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com