________________
૬૩
લાગે છે, એનું કારણ આધ્યાત્મિક દ્રષ્ટિબિન્દુના અભાવ માત્ર જ છે. આજે કારણે આજે ભાગવતી જૈન દીક્ષા જેવી તદૃન નિર્દોષ, સ્વપર ઉપકારી અને જગા ન્હાના-મ્હોટા દરેક જીવેાને કેવલ આશિર્વાદ સમાન વસ્તુ ઉપર આક્રમણ્ણા થવા લાગ્યાં છે અને જાહેરપેપરાનાં કોલમેામાં એની હામે ઉઘાડા પ્રચાર થઇ રહ્યો છે.
ભાગવતી જૈન દીક્ષાને માટે આવી દુર્ભાવના ઉત્પન્ન થવાનું કારણ પશ્ચિમના જડવાદ છે. પાશ્ચિમાત્ય કેળવણી પામીને જેઓ સાવ જડવાદી થઈ ગયા, તે તે ધર્મથી સાવ વિખૂટા પડી ગયા; એટલે સમાજને તેમની ગણત્રી ઓછી થવા ઉપરાંત કાંઈ જ સહેવાનું રહ્યું નહિ; પરન્તુ જે કેટલાકાની અધ્યાત્મવાદ અને જડવાદ વચ્ચે ત્રિશંકુ જેવી દશા થઇ, તેવાઓએ પેાતાના સ્વાર્થ સાધી લેવા સમાજના નેતા અનવાની દુર્લાલસામાં અનંતજ્ઞાનીઓનાં વિધાનેામાં પરિવર્તન કરાવવાના પ્રયાસેા સેન્યા, પરન્તુ પવિત્ર સાધુસંસ્થાની હયાતીએ તેમને દાવ ખાલી ગા. આથી તેવા લેાકેાએ ધર્મક્રમાનાની સામે મળવેા જગાવ્યા. પરન્તુ સાધુસ ંસ્થાના અસ્તિત્વના ચેાગે તેના હાથ હેઠા પડયા અને સમાજમાં તેમની કિંમત ઉલટી ઘટી ગઇ. આથી તેઓને લાગ્યું કેજ્યાં સુધી સાધુસંસ્થા હયાતિમાં હાય, ત્યાં સુધી તેઓની કોઈપણ પ્રવૃત્તિનું ચેાગ્ય પરિણામ આવશે નહિ. આવી માન્યતાને લીધે જ તે કહેવાતા સુધારક જડવાદીએએ સાધુ સંસ્થાની હામે પ્રચાર આદર્યાં, દીક્ષાના વિરોધ કરવા માંડયો, પરન્તુ સમર્થ વિદ્વાન્ મુનિરાજોએ તે પ્રવૃત્તિને શાસ્ત્રાજ્ઞાએના પ્રચાર દ્વારા તાડી પાડી. એટલે તેએએ શ્રી અનન્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com