SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જગનું દષ્ટિબિન્દુ બદલાયું છે. આર્યાવર્તમાં જડવાદની વૃત્તિ ઘર કરતી જાય છે. આત્મકલ્યાણની મહત્તા લુપ્તપ્રાય: થઈ ગઈ છે. સાંસારિક હિતને માટે આત્મિક હિતને સંહાર થતો હોય તે પણ આજે ઈષ્ટ મનાય છે, જ્યારે પૂર્વકાળમાં આત્મહિતને માટે સાંસારિક હિતસંબંધોને ભેગ આપવાનું ઈષ્ટ મનાતું હતું. કઈ પણ ધર્મ આત્મકલ્યાણને માટે જ અસ્તિત્વમાં છે. આત્મકલ્યાણમાં જેઓ ન માનતા હોય, તેઓને માટે તે કઈ ધર્મ જ હોઈ શકે નહિ. ખાસ કરીને જેનદર્શન તે કેવલ આત્માની મુક્તાવસ્થાને પ્રાપ્ત કરવાને માટે જ છે. અને એથી જેનદર્શનનાં દરેક વિધાનને આધ્યાત્મિક દષ્ટિબિન્દુએ જેવાં જોઈએ. આધ્યાત્મિક દષ્ટિબિન્દુ વિના ધર્મવિધાનની સમાલોચના કરવા બેસવું, એ તે એ વિધાનને નાશ કરવા બરોબર છે. જે રાજા, જે પ્રજા, જે સંઘ કે જે કુટુમ્બીજનેને આજે ભાગવતી જૈન દીક્ષાના સંબંધમાં વિચારવાનું હોય, તેઓએ આધ્યાત્મિક દષ્ટિબિન્દુ સમીપ રાખીને જ વિચાર કરવો જોઈએ. જો આધ્યાત્મિક દષ્ટિબિન્દુ સમીપ નહિ રાખતાં, કેવળ સાંસારિક હિતની જ અપેક્ષાએ વિચાર કરાશે, તે જેનધર્મનાં પારમાર્થિક ફરમાને પણ નિરર્થક જ લાગશે, કારણકેજૈનદર્શન સંસારનું તે કટ્ટર વૈરી છે. સંસારને તે દાવાનલથી પણ વધારે ભયંકર માનનાર છે. માટે આધ્યાત્મિક દષ્ટિબિન્દુ વિનાના માણસે જૈનદર્શનનાં વિધાનોની સમીક્ષા કરી શકે જ નહિ. અને એવું દષ્ટિબિન્દુ કેળવ્યા વિના જિજ્ઞાસુઓ પણ સત્યને મેળવી શકે જ નહિ. આજે આત્માની અને પરમાત્માની અશ્રદ્ધા ઉત્પન્ન થઈ છે અને ધર્મફરમાને આકરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy