________________
જ્ઞાનીએ કહેલાં અને ગણધરદેવેએ ગુંથેલાં શાસ્ત્રોને માટે પણ એલફેલ બોલી જનતામાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવા માંડી. તેમજ સમર્થ આચાર્યાદિ મુનિવરોને જગત્ની દષ્ટિમાં હલકા પાડવાની બુરી નેમથી, તેઓશ્રીના વરદ હસ્તે થતી શાસ્ત્રીય દીક્ષાઓને વખોડવા માંડી. આટલી અધમતા જાણે સ્વાર્થ સાધનાને માટે પૂરતી ન હોય, તેમ તે મહાત્માઓનાં નિર્મળ ચારિત્રે ઉપર પણ તદ્દન ખોટાં, કલ્પિત અને કેઈપણ જેનના અન્તરમાં કારમી વેદના ઉત્પન્ન કરે તેવાં કલંકો ચૂંટાડવાના અધમ ધંધા આદર્યો. તેમ જ પડદા પાછળ છુપાઈને એવી નાગાઈ કરનારાને હાથે એવી જાહેરાતો કરાવાઈ. આટલું કરવા છતાં પણ પૂજ્ય સાધુવરોના સહવાસમાં નિરંતર રહેનારા અને અધ્યાત્મવાદની ઉત્તમતાને સમજનારા સમાજ ઉપર એની એવી અસર નજ થઈ શકી, કે જેથી દીક્ષાઓ અટકી જાય. આથી તેઓએ રાજ્યાશ્રય શોધ્યું અને પોતે જ મૂકેલાં કલ્પિત કલંકનાં અને લખેલાં જુઠાણાંભર્યા લખાણવાળાં છાપાંનાં પાનાં પૂરાવા તરીકે રજૂ કર્યા. જેન કુલમાં જન્મેલાઓ જ્યારે આટલી નીચી હદે પહોંચી જાય, તે જૈનેતર ઉપર ખાટી અસર થાય તેમાં શી નવાઈ છે? આજે જેનસમાજને માથે ઝઝુમી રહેલું વડોદરા રાજ્યના સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધરૂપ કારમું વાવાઝોડું એ સુધારક કહેવડાવતાઓની કીન્નારી અને અધમતામાંથી જન્મેલું છે. અને એ જ કારણે જેનસમાજે એવા ધર્મઘાતક નિબંધને સોપાંગ રદ કરવા લાયક જણાવીને એને ઉગ્ર વિરોધ કર્યો છે. અને એક આર્ય રાજવી પણ એવાઓના તર્કટના ભંગ ન થઈ પડતાં, સત્યને સત્ય સ્વરૂપે સમજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com