________________
ખાનું વિગેરેના રાજ્યમાં કાત્તિમાં ભંગ પાન
યુન્ડાએ
પણ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સંસારીઓને એ ગુન્હાઓથી આત્મકલ્યાણને માટે બચવાને ઉપદેશ આપતા જાય છે અને એ ઉપદેશ જે જે આત્માના અંતરપટ ઉપર અંકાઈ જાય છે, તે તે આત્માઓની પાપભાવનાઓ નષ્ટપ્રાય થઈ જતી હેવાથી, તેઓનું શરીર ગૂન્હાઓ કરતું અટકી પડે તે સ્વાભાવિક છે. એટલે એવા ઉપદેશકે તે રાજા-પ્રજા બનેના ઉપકારી છે. જે ગુન્હાઓથી પ્રજાની સુખશાન્તિમાં ભંગ થાય છે અને જે ગુન્હાઓને માટે રાજ્યને કાયદા ઘડી પોલીસ, ન્યાયાલય, કેદખાનું વિગેરેને ખર્ચ ભેગવ પડે છે, તે ગુન્હાઓને જડમાંથી કાપવાને ઉપદેશ આપનારા પૂ. મુનિરાજેને તો આ કારણે પણ રાજા-પ્રજા તરફથી સહકાર અને સત્કાર પ્રાપ્ત થવા જોઈએ અને એમાં જ એ રાજ્યની અને પ્રજાની આબાદી છે.
ઉપર દર્શાવ્યું તેમ જે આત્માને સંસાર ભયંકર લાગે હેય, ક્ષણે ક્ષણે સંસાર જીવનમાં થતો આત્મઘાત જે આત્મા જોઈ રહ્યો હોય અને એથી બચી જવાની જે આત્મામાં તીવ્ર તાલાવેલી જન્મી હોય, તે આત્મા જે પાપનિવૃત્તિરૂપ સંયમધર્મને અંગીકાર કરવાને સશક્ત હોય, તે દુનિયાના સંબંધે વિગેરેને ક્ષણમાત્રમાં પરિત્યાગ કરીને ચાલી નિકળે. સાપ કરતાં પણ પાપ વધુ ભયંકર છે. સાપ એક જ ભવને કદાચ નાશ કરી શકે છે, જ્યારે પાપ તો ભવોભવ સુધી આત્મહિતને ઘાત કર્યા કરે છે. આથી જ સંસારને જ્ઞાનીએાએ દાવાનલ વિગેરેની ઉપમા આપી છે. ઘરની ચેમેર દાવાનળ પ્રગટો હેાય અને એની જ્વાલાઓ જ્યારે ભીતરમાં રહેલાં પ્રાણુઓને ભસ્મિભૂત કરવા મથી રહી હોય, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com