________________
૫૮
મૂઆ, એ કાંઈ ત્યાગ નથી. જુસ્સા આવે એને કાયમ ટકાવી રાખી, કર્મના ઉદયાને સમભાવથી સહેવા, એમાં જ વધારે શક્તિની જરૂર છે. ચામેર ભાગની સામગ્રી પડી હેાય, પણ એને મેળવવાની કે ભાગવવાની ઈચ્છાને ત્યાગ અને કર્માયે આવતાં શારીરિકાદિ કષ્ટાનું સમભાવે વેદન કરવાનું કાર્ય કષ્ટસાધ્ય છે. એ કષ્ટસાધ્ય કાર્યની સાધના જૈન સાધુતામાં છે અને તેથી જ જૈન સાધુતા જગમાં અજોડ છે. આવી સાધુતા તે મુક્તાવસ્થાની પ્રાપ્તિ ન થઈ હાય, તા પણ એ મુક્તિસુખના સ્વાદ ચખાડી શકે છે.
આ પ્રકારની સાધુતા પરમ આત્મકલ્યાણની સાધક છે, એ તા તદ્દન સ્પષ્ટ બીના છે. પરન્તુ એવી સાધુતા સ્વીકારનાર અને એવી સાધુતામય જીવનને મનાવી દેવા મથનાર સાધુએની સંસ્થા, તે જગને પણ ઓછી ઉપકારકારક નથી. રાજા અને પ્રજા બન્નેને માટે સાધુસંસ્થા તે એક દૈવી આશિર્વાદ રૂપ છે. પ્રજા અનીતિ, અન્યાય, અત્યાચાર, અનાચાર વિગેરે સેવીને એકબીજાને હેરાન ન કરે અને પ્રજામાં પશુતા ન વધી જાય, એ માટે રાજ્ગ્યાને કાયદા કરવા પડે છે. એ કાયદા ટકાવવા માટે શીક્ષાઓ કરવાને ન્યાયાલયે ચલાવવાં પડે છે. એ કાયદા પળાવવાને માટે પેાલીસે રાખવી પડે છે. એ કાયદાના ગુન્હેગારાના ચેપથી પ્રજાને બચાવવા કેટ્ઠખાનાં ખાલવાં પડે છે. આટલું આટલું છતાં એવા ગુન્હાઓ અટકતા નથી. એનું કારણ એજ છે કેરાજ્યશાસન માત્ર શરીર ઉપર પ્રવતી શકે છે, પણ શરીરને અનાચારમાં પ્રેરનાર આત્મા ઉપર નહિ! જ્યારે સાધુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com