________________
૫૭
બુટ પહેરાય કે ન છત્રી ઓઢાય. અને કડકડતી ઠંડી કે દાહમય તાપમાં પણ ઉઘાડે પગે ને ઉઘાડે માથે વિહાર કરવાનું હોય છે. જેનદર્શનને આ ત્યાગ બીજા કોઈ પણ ધર્મમાં નથી અને એ જૈનધર્મના ત્યાગધર્મની ઉત્કૃષ્ટતા છે. આવો ત્યાગ જ્યાં સુધી આત્મામાં પૂરેપૂરી પાપભીરતા ન પ્રગટી હોય, ત્યાં સુધી આરાધી શકાતો જ નથી. સંસારની ભીતિ અને મોક્ષની કાંક્ષા હોય તે જ પવિત્ર ત્યાગધર્મનું આરાધન થઈ શકે છે. આવા ત્યાગધમેન શ્રી જૈનશાસને જગતના જીના ઉદ્ધારને માટે ઉપદેશ આપે છે, અને જે આત્મામાં સંસારભીતિ અને મેક્ષાભિલાષા તીવ્રપણે ઉત્પન્ન થાય, તો તેને માટે તે આ કઠણ પણ ત્યાગધર્મની આરાધના, સહેલી અને સુલભ થઈ જાય છે, કારણ કેસંસારીઓને પણ કાંઈ ઓછાં દુઃખો સહન કરવાં પડતાં નથી. હાં, આમાં ઐચ્છિક ત્યાગ, એટલે કે-મરજીયાત સહવાનું છે અને સંસારમાં કર્માધીનપણે ફરજીયાત સહન કરવું પડે છે ! પરન્તુ જે આત્મામાં એટલું જ્ઞાન હોય છે કે-મરજીયાત સહેવાથી ભાવિમાં ફરજીયાત સહન કરવાનાં અનેક દુઃખ નષ્ટ થઈ જાય છે અને ફરજીયાત સહન કરવાથી ભવિષ્યમાં તેથી પણ વધુ ભયંકર સ્થિતિને પ્રાપ્ત થવાય છે, તે આત્મા તો જરૂર મરજીયાત કષ્ટ સહનને જ પસંદ કરે. વધુમાં ઉપર વર્ણવ્યે તે સંસારત્યાગ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોવાનું કારણ એ છે કે એથી વધારે સુંદર ત્યાગની કલ્પના પણ થઈ શકતી નથી. ઘણાઓ આવા સંસારત્યાગ કરતાં જીવનબલિદાનને વિશેષ મહત્વ આપે છે, પરંતુ ત્યાં તેઓ ભૂલે છે. જીવનત્યાગ, એ તે અહુ જ સહેલ છે. એક જ વખત જુસ્સો આવ્યો ને કપાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com