________________
બીજા બધા જ વિચારેને કરાણે મૂકીને, જેમ મનુષ્ય કુદી– અફળાઈને પણ જીવન બચાવવા નાસી છૂટે છે અને ઘરમાં રહેલી સઘળીય ચીજોની જીવનના મૂલ્ય પાસે દરકાર કરતા નથી, તેમ સંસાર જેને દાવાનળરૂપ ભાસ્યો હોય, તે આત્મા કદિ જ સંસારી પદાર્થો કે સાંસારિક સંબંધો ખાતર સંસારમાં સળગ્યા જ કરવાનું પસંદ કરે નહિ. અને આ આત્મા તે એ સંસારની આગમાં સળગી રહેલાં સંબંધીઓને પણ એથી બચાવવાનો જ પ્રયત્ન કરે. છતાં તે ન બચે તેમ હોય, તે પિતાના આત્માને તે અવશ્યમેવ બચાવી જ લે. એટલે મેહમુગ્ધ કુટુંબ કદાચ આકન્દન કરે, એની પાછળ જીવનનાશ કરવાની બીક બતાવે, અથવા તે ઉન્માર્ગે ગમન કરવા સુધીની કુલહીનતા આદરે, તથાપિ મુમુક્ષુ આત્મા તો એ સર્વની તરફ પિતાની આત્મસિદ્ધિની ખાતર દુર્લક્ષ્યા જ કરે. ખૂદ શ્રી તીર્થંકરદેવનાં જીવન પણ એ સત્યની સાક્ષીરૂપ છે. આદિ તીર્થંકરદેવ શ્રી ત્રાષભદેવસ્વામિએ દીક્ષા ગ્રહણ કરી અને પાછળ એમના મોહમાં મુંઝાઈ ગએલાં શ્રી મરૂદેવા માતાએ રડતાં રડતાં નેત્રો ગુમાવ્યાં. બાવીસમા તીર્થપતિ શ્રી નેમિનાથ સ્વામિએ માતાપીતાને રડતાં મૂક્યાં અને રાજમતિ-કોડભરી રાજીમતિને તજી દીધી. એ મૂછધીન થઈ અને કલ્પાંત કરવા લાગી. પ્રભુએ દરકાર કર્યા વિના દીક્ષા ગ્રહણ કરી. ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથસ્વામિજીએ પણ દીક્ષા લીધી, ત્યારે તેઓનાં સંસારી પત્ની ખીણ ખીણ રૂદન કરતાં હતાં. વીસમા તીર્થપતિ શ્રી મહાવીરદેવે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમના મહેોટા ભાઈ નંદીવર્ધને કરેલો વિલાપ પણ સામાન્ય રીતે દરેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com