________________
પપ
આમ છતાં જે આત્માએ સર્વથા સંસારત્યાગ કરી શકે તેમ ન હોય, તે આત્માઓને માટે પણ આત્મકલ્યાણની સાધના કરવાને માર્ગ શ્રી જૈનદર્શને ઉપદે છે. અર્થાત્ જૈન ધર્મનું આરાધન બે રીતે થઈ શકે છે. એક તો સર્વવિરતિ એટલે સર્વથા સંસારત્યાગી બનીને અને બીજું દેશવિરતિ એટલે પરિમીત ત્યાગી બનીને! સર્વવિરતિને ગ્રહણ કરનાર આત્મા પિતાનાં સ્વજનેને સર્વથા ત્યાગ કરીને, મળેલી ભેગસામગ્રીને તેમજ એ ભેગસામગ્રીને ભવિષ્યમાં મેળવવાની ઈચ્છાને પણ ત્યાગ કરે છે. જ્યારે દેશવિરતિને ગ્રહણ કરનારો આત્મા બાહ્યદષ્ટિએ સ્વજનોથી આવૃત્ત હોવા સાથે ભેગસામગ્રીને પરિમીત ભક્તા અને તેની પ્રાપ્તિ માટે ન્યાયપુર:સર પરિમીત પ્રયત્નો કરનાર હોય છે. પરંતુ એને આત્મા અભ્યન્તર દષ્ટિએ સર્વવિરતિની–સર્વથા સંસારત્યાગની ભાવનાથી રંગાએલો હોય છે. આ ઉપરાંત સમ્યગદષ્ટિ આત્માઓને પણ જૈન ધર્મના ઉપાસક ગણવામાં આવ્યા છે. સમ્યદૃષ્ટિ એટલે ભાવનાથી વિરતિવાળે. સત્યની રૂચિ અને શ્રદ્ધા તે સમ્યગદર્શન. આ સમ્યગ્દષ્ટિ આત્માને વ્રત–નિયમાદિ નહિ હવાથી, વિરતિના વિભાગમાં ગણેલ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિનું અન્તર તે વિરાગભાવનાથી ભરપૂર હોય છે. શાસ્ત્રકાર પરમષિઓ કહે છે કે–સમ્યગદષ્ટિ આત્મા સંસારમાં હોવા છતાં ધાવમાતાની માફક રહે છે. જેમકે—ધાવમાતા શેઠપુત્રનું જતન તે પૂરતું કરે જ છે, પરંતુ નિરન્તર એને પોતાને નહિ પણ શેઠને પુત્ર સમજે છે, તેમજ સમ્યગૃષ્ટિ આત્મા સંસારની ક્રિયાઓ કરતો થકે પણ એને અનિષ્ટકારી ગણે છે અને આત્મકલ્યાણને માટે સંસારત્યાગને જ ઈષ્ટ માને છે.
એટલે ભાવનાથી જાતક ગણવા અગરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com