________________
બધા સદ્ગુણો ત્રિવિધ ત્રિવિધ સેવવાના છે. અર્થા–મન, વચન કાયાથી, કરવા-કરાવવા-અનમેદવારૂપે હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને પરિત્યાગ કરવાનું છે. હિંસાને વિચાર કરતાં કયે કયે સ્થળે જીવે છે, તે વિચાર કરે, પણ અનિવાર્ય થઈ પડે છે. જેનદર્શને જીના બે ભેદ– ત્રાસ-સ્થાવર પાડ્યા છે. માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં રહેલા અસંખ્ય જીવ સ્થાવર વિભાગમાં ગણાય છે. અને તે જીને એક માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિયવાળા દ્વીન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયવાળા ત્રીન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, રસે. ન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયવાળા ચઉન્દ્રિય જી અને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા પોતેન્દ્રિયવાળા પંચેન્દ્રિય જીવે –એ ત્રસકાયના વિભાગમાં જૈન દર્શને ગણ્યા છે. આ સઘળા જીવમાંથી કેઈપણ જીની, ત્રિવિધ ત્રિવિધના વિભાગમાંથી કેઈપણ વિભાગે હિંસા કરવી તે પાપ છે. હવે એવી હિંસા તેમજ અસત્ય વિગેરેનું સેવન સંસારમાં રહેલા કેઈપણ આત્માથી થઈ જવું, એ તદ્દન જ સ્વાભાવિક છે. આથી એ પાપથી બચવાના ઉપાય શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક સંપૂર્ણ સંયમ જ ઉપદેશાય છે. આવા સંયમને પાપભીરુતા વિના ગ્રહણ કરી શકાય જ નહિ. પાપભીરતા એટલે બીજા શબ્દોમાં કહીએ, તે આત્મહિતની તીવ્ર ઝંખના. આવી સ્થિતિમાં જૈનદર્શને સંસારત્યાગને જે ઉપદેશ આપ્યા છે, એ સર્વથા વાસ્તવિક છે, એમ કેઈપણ વિચારક કબુલ કરે જ. ૧ શરીર, ૨ જીભ, ૩ નાક, ૪ આંખ, ૫ કાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com