________________
૧૩
પુણ્યાત્માઆને થયા હાય, તે પુણ્યાત્માઓએ ઉપદેશેલા જૈનધર્મમાં, મુમુક્ષભાવે કરાતા ત્યાગની એકમેકતા હૈાવી, એ તા તદ્દન જ સ્વાભાવિક છે. એ ત્યાગના ઉપદેશ વિના તે પ્રભુશાસનનું અસ્તિત્વ જ નિરર્થક નીવડે છે.
જૈનધર્મમાં સંસારત્યાગનું આટલું મહત્ત્વ હાવાનું કારણ પણ વિચારણીય છે. જૈનદર્શન માને છે કે આ વિશ્વમાં કોઇ ભયંકરમાં ભયંકર વસ્તુ હાય તે તે પાપ છે; અને તેથી જ ધર્મપ્રાપ્તિને માટે પાપભીરૂતાને એક અતિ અગત્યનું સાધન માનવામાં આવ્યું છે. સંસારમાં જે દુઃખાદિ દેખાય છે, તે કર્મને અંગે જ છે. આ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર પણ કર્મ જ છે. સંબંધીઓના સંયેાગ અને વિયેાગ પણ કર્માધીન છે. આવાં કમેમેના બે પ્રકારા, તે પુણ્ય અને પાપ. આખરે તે આ બન્ને બંધનાને ત્યાગ કરવાથી જ આત્મા મુખ્તાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, છતાં પાપને વધારેમાં વધારે ભયંકર ગણવાનું કારણ એ છે કે-પુણ્ય પણ જે પુણ્યાનુબંધિતાવાળું હાય છે, તે ક્રમશ: આત્માને કર્મનિર્જરાને માર્ગ દોરી જાય છે. જ્યારે પાપ ભાગવતાં પણ અજ્ઞાન આત્મા ખીજાં અનેક પાપાનું ઉપાર્જન કરે છે. પાપની શ્રી જૈનદર્શને કરેલી વ્યાખ્યામાં અને સામાન્યજનામાં પ્રચલિત બ્યાખ્યામાં મહદ્ અન્તર સમાએલું છે. જગતમાં સામાન્ય રીતે હિંસા નહિ કરવી, અસત્ય નહિ ખેલવું, ચારી નહિ કરવી, બ્રાચર્ય પાળવું અને સંતેાષ રાખવા, એને પાપરહિતતા કહેવામાં આવે છે; જૈનદર્શનમાં પણ એને જ પાપરહિતતા કહેવામાં આવે છે; પરન્તુ જૈનદર્શનની પાપરહિતતા વિશિષ્ટ છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com