________________
પર
અને તે પણ એવી કે-જે સ્થાયિ હાય, જેમાં દુઃખરૂપ અશાન્તિને એક લેશ પણ ન હોય અને જે તદ્દન સંપૂર્ણ હેય. આ વસ્તુ આ શબ્દોમાં ભલે જગત્ વ્યક્ત ન કરતું હોય, પરંતુ દીર્ઘ દૃષ્ટિથી વિચારીએ તે જગતના દરેકે દરેક જીવની આવી ઈચ્છા હોવાનું જણાઈ આવે છે. જગતના જીવોની માત્ર આ ઈચ્છા જ નથી, પરંતુ અહેરાત્રિ એજ સુખશાન્તિ પ્રાપ્ત કરવાના પિતે માની લીધેલા પ્રયાસો ચાલુ જ છે. છતાં સાફસ્પષ્ટ અનુભવ એ છે કે-જગના સવે છે એટલી એટલી તીવ્ર ઈચ્છા અને એટલા એટલા વિપુલ પ્રમાણમાં પ્રયત્ન છતાં દુઃખી છે. એટલે અજ્ઞાન અને દુઃખથી રીબાતા જી પ્રભુશાસનને પામે અને સંયમની આરાધના કરે, તો તેમનાં એ અજ્ઞાન અને દુઃખનો નાશ થઈને, તેમને સંપૂર્ણ, સ્થાયી અને સર્વાગ શુદ્ધ મુક્તિમુખ પ્રાપ્ત થાય. જગતુમાં શું નથી ? અઢળક સંપત્તિ છે, સત્તા છે, કુટુમ્બ છે, સનેહી–સંબંધી છે, છતાં દુ:ખ કેમ? એનું કારણ એક જ છે કે–એમાં વાસ્તવિક સુખ આપવાની તાકાત નથી. જ્યારે એના સંપૂર્ણ પરિત્યાગમાં એ તાકાત છે. અને એને અનુભવ તે “સંતોષ” જે સગુણ પ્રાપ્ત કરનાર પણ કરી શકે છે. આવા સંસારત્યાગના ઉપદેષ્ટા પ્રભુશાસનનું વિશ્વ રસિક બને, એ તીવ્રાભિલાષા તે આત્માને તીર્થકરત્વની પ્રાપ્તિ કરાવે છે. એટલે જ્યાં ત્રીજા ભવે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, તે પ્રસંગે પણ આવી ભાવના હોય અને તીર્થંકરના ભાવમાં પણ પિતાનું જીવન નિયત્રિત કરીને કેવલજ્યોતિ પ્રાપ્ત કરવાને સ્વાનુભવ જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com