________________
૫૧
છે. ત્યારબાદ આધિ-વ્યાધિ-ઉપાધિથી ગ્રસ્ત સમસ્ત સંસારને એના ઉદ્ધારના માર્ગનું નિ:સ્વાર્થભાવે ઉપદેશદ્વારા સૂચન કરે છે. આ ઉપદેશ તે જૈનધર્મ. કાલાન્તરે કાલાન્તરે થતી દરેક વિભૂતિને, આ જાતિની એક જ સરખી ચેાગ્યતા, કે જે માનવાન્નતિની અન્તિમ મર્યાદારૂપ છે, તે પ્રાપ્ત કરવાની જ હાય છે, એથી દરેક શ્રી તીર્થંકરદેવના એક સરખા ઉપદેશ આવે છે અને એજ કારણે જૈનધર્મ અનાદિ ગણાય છે. બન્નેમાનકાળ, કે જેને જૈનધર્મમાં અવસર્પિણી કાળ કહેવાય છે, તેમાં ચાવીશ તીર્થંકરા થયા છે; જેમાંના ચાવીશમા તીર્થંકરનું નામ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ છે. આ બધા આત્માઓએ સ્વયં અનુભવીને જૈનદર્શન ઉપદેશ્યું છે, અને તેથી જ ત્યાગ અને જૈનધર્મ એ બે આતપ્રેાત છે. કહેવા દ્યો કે–મુમુક્ષુભાવે ત્યાગના આદર એજ જૈનધર્મની આરાધના છે.
આ વસ્તુને વિસ્તારથી સમજવાને માટે તીર્થંકરત્વની ઉત્પત્તિ તરફ લક્ષ્ય આપવું ઉપયાગી છે. જે આત્માએ તીર્થંકર થવાના હોય છે, તેમને ત્રીજે ભવે સારાય વિશ્વને પ્રભુશાસનનું અનુરાગી મનાવવાની ભાવક્રયાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે. તે આત્માઓને એમ સમજાય છે કે
૧
આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખમાત્રની પરંપરાવાળા સંસારમાં અનન્તા કાળથી અનન્તા ભવા કરતાં રીમાઇ રહેલા વિશ્વના : જીવાને સાચા સુખની પ્રાપ્તિ કરાવવી હાય, તે તેમને શ્રી તીર્થંકરદેવાના શાસનના જ અનુરાગી અનાવવા જોઈએ. સાય વિશ્વ સુખશાન્તિ ચાહે છે, ૧. વિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવદયા મન ઉલ્લુસી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com