________________
૫૦
સ્વપર હિતસાધક મનાવે, એમાં રાજા અને પ્રજા ઉભયની સહાનુભૂતિ હાવી જોઈ એ તેમજ એવી નિન્ગ્રેન્થતા ધરનાર મુમુક્ષુ આત્માનાં કુટુમ્બીજનાએ પણ એ પ્રસંગને કુલગૈારવના ગણી, તેમાં સહાયક થવું જોઈએ. સર્વ હિતેા કરતાં પણ આત્મિક હિતની પ્રધાનતા સમજનાર કોઇ પણ વિચારકથી આ વસ્તુના ઈન્કાર થઈ શકે તેમ છે જ નહિ અને એજ કારણે દરેક આસ્તિક દર્શનકારાએ સંસારત્યાગને ઈષ્ટ અને આવશ્યક લેખ્યા છે.
બીજા વિષયાની માફક આ ત્યાગધર્મના વિષયમાં પણ જૈનદર્શન સર્વથી અગ્રપદે સ્થિત થએલું છે. એનું કારણ એ છે કે-કાલાન્તરે કાલાન્તરે થતા જૈનધર્મના મહાન્ ઉદ્યોત અને પ્રવર્તનના કરનારાઓ પણ પોતે સંસારત્યાગ કરીને જ એવી ચેાગ્યતા પ્રાપ્ત કરે છે. આમ તે વિશ્વ જેમ અનાદિ છે, તેમ જૈનધર્મ પણ અનાદિ છે; પરન્તુ ચઢતાપડતા કાલની અસર જેમ સર્વ સ્થળે થાય છે, તેમ એના અનુયાયીઓમાં પણ થાય છે અને પરિણામે અમૂક અમૂક સમયે તે લુપ્ત પ્રાય: થઈ જાય છે. આ પછીથી કાલાન્તરે એક મહાન વિભૂતિ જન્મે છે, કે જે પેાતાના જીવનને પ્રથમ નિયન્ત્રિત કરીને, આવતી અનેક આફતના સામના કરવાને બદલે અને સમભાવે સહન કરીને અને દેહકષ્ટનાં અપાર દુઃખા સહન કરીને પણ, પેાતાના આત્માની કૈવલ્ય જ્યેાતિ પ્રાપ્ત કરે છે. આ કૈવલ્ય જ્ગ્યાતિ પ્રાપ્ત થવા પછીથી તે આત્મા પેાતાના અનન્તજ્ઞાનના યેાગે સકલ વિશ્વના સકલ પદાર્થના ભૂત–ભાવિવર્તમાનના સકલ ભાવેશને જાણી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com