________________
૪૮
દરેક શક્તિને સફળ માનતી આવી છે. આર્યપ્રજાએ આ ત્યાગી સંસ્થાને સમૃદ્ધ અનાવવાને માટે, એ સંસ્થાની ઇજ્જત વધારવાને માટે અને એ સંસ્થાને સંરક્ષણ આપવાને માટે કેટલાય સ્વાર્થીના ભાગ આપ્યા છે. ટુંકમાં કહીએ તેા, પ્રત્યેક આર્ય ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ પૂજ્ય ભાવે નિહાળતા.
આત્મિક ઉન્નતિને માટેના ત્યાગ તે ઠીક, પરન્તુ સામાન્ય કર્ત્તવ્યના પરિપાલન માટે પણ આર્યપ્રજાએ ત્યાગને સ્વાભાવિક બનાવી દીધા હતા. હરિશ્ચંદ્ર એક વચન ખાતર રાજપાટ તજે છે, પેાતાની પત્નિને અને પુત્રને બજારમાં મૂકી ગુલામ તરીકે વેચે છે, પેાતાની જાતને ચાંડાલને ત્યાં વેચે છે. જીવનપર્યંતને માટે ભીષ્મ બ્રહ્મચર્યવ્રતને વાતવાતમાં સ્વીકારી લે છે. અરે, ઇતર દર્શનાના અને આર્યરાજવીએના ઇતિહાસ તપાસીએ, તો એવાં સેંકડા ટષ્ટાન્તા મળી આવે કે જેમાં આર્યપ્રજાના જીવનમાં ત્યાગ તદ્દન આતપ્રાત થઇ ગએલા જણાય. ઉપકારને આધીન થઈ ને વચન આપ્યું હાય, લગ્નની ધારીમાં દીકરો પરણતા હાય અને ઉપકાર કરનાર આવીને એ બત્રીસ લક્ષણા પુત્રનું માથું માગે, ત્યાં જાતે પુત્રનું માથું કાપી આપનાર પિતાનાં અને હસતે મુખડે પિતાની તલવાર ગરદન પર ઝીલનારા પુત્રનાં ઉદાહરણા પણ આર્ય ઇતિહાસમાં છે. અહીં લગ્નગીત ગવાતાં હાય ને મંગલ ધ્વનિ ગુંજતા હાય, વરકન્યા પાતે ભવિષ્યમાં ભાગવવાના દામ્પત્ય જીવનના કાડ સેવી રહ્યાં હાય, અને ભૂદેવા સુખે ગૃહસંસાર ભાગવવાના આશિર્વાદ દઈ રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com