________________
૪૭
પ્રસ્તાવના.
આધ્યાત્મિકતાના મૂર્તિમન્ત સ્વરૂપ સમાં જીવન જીવીને જગતને અધ્યાત્મવાદનું પાન કરાવી, શાશ્વત્–સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ સુખની પ્રાપ્તિના માર્ગ ચીંધનારા મહાપુરૂષાની વિશ્વને ભેટ આપનાર આપણું આ આર્યાવર્ત છે. આર્યોવર્તનું તેજ તે ધર્મ. આર્યાવર્તની ભૂમિ એટલે ધર્મભૂમિ. આર્યાવર્તના સામ્રાજ્યપતિ પણ ધર્મના સેવક. ધર્મપ્રધાનતા, એજ આર્યાવર્તની વિશિષ્ટતા. આર્યાવર્તની ખુગ જુગ જુની યશ:કથાઓ કહેનાર ઈતિહાસ પણ આર્યાવર્તની ધાર્મિકતાને જ આગળ ધરે છે. સર્વ દેશે! કરતાં આયાવર્ત આજે પણ ધર્મદૃષ્ટિએ ઉન્નત ગણાય છે. અધ્યાત્મવાદના ભૂખ્યા બનેલા સર્વને આર્યાવર્તની છાંયડી તરક્ નજર ઢાળવી પડે છે.
કોઇ પણ દેશમાં નહિ હાય એટલા ધર્મ આજે પણ આર્યભૂમિમાં પ્રવતી રહ્યા છે. ભૂતકાળમાં પણ સંખ્યાબંધ ધર્મ આર્યાવર્તમાં પ્રચલિત હતા. આ સર્વ ધર્મોએ દુનિયાના સંબંધે અને દુન્યવી સંપત્તિના ત્યાગને પેાતાના પ્રારૂપ ગણ્યા હતા. સર્વ ધર્મોએ અને દર્શનકારાએ સંસારત્યાગ વિના ધર્મ હાઈ શકે જ નહિ, એમ માનેલું છે અને એનું જ:પ્રતિપાદન કરેલું છે. ન્યૂનાધિક્ય તે એ ધર્મના આદિ મહાપુરૂષાની દીર્ઘાદીર્ઘ દૃષ્ટિને અંગે જ જણાય છે. આજ કારણે આર્યપ્રજા ત્યાગી સંસ્થાને પૂજતી આવી છે અને એ ત્યાગી સંસ્થાની સેવા પાછળ ખર્ચાતી પેાતાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com