________________
૪૪
એકત્રિત થઈને તે પુણ્યપુરૂષના દેહનું જડ દેહનું પણ સન્માન કરવાની તૈયારી કરવા માંડી. વિ. સં. ૧૯૮૪ ના માગશર વદી ૧૨ ને મંગલવારે સાંજે લગભગ પાંચેક વાગે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પુષ્પવિજયજી ગણિવરે દેહત્યાગ કર્યો અને માગશર વદી ૧૩ ને બુધવારે સ્ફુવારે નવના સુમારે એ મૃતદેહને સુશોભિત માંડવીમાં પધરાવી જય જય નંદા અને જય જય ભટ્ટા' ના ધ્વનિ સાથે જામનગરના શ્રીસંઘે શ્મશાન યાત્રા કાઢી. આખા શહેરના જેનાએ તે દિવસે પાખી પાળી શાક જાહેર કર્યો. આ પછી તે સ્વર્ગસ્થના સન્માનમાં વિ. સં. ૧૯૮૪ ના પોષ શુદ ૫ ને બુધવારથી જામનગરના શ્રીસંઘે એક મ્હાટા અઠ્ઠાઈ મહેાત્સવ કર્યો. આજે પણ જામનગરના શ્રાવક સંઘ એ પુણ્યપુરૂષની ભદ્રિકતા, ભવ્યતા અને ભાગ્યશાલીતાનાં સ્મરણાં સાચવી રહ્યો છે.
આ રીતે પૂજ્યપાદ પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિતું ટુંક જીવનચરિત્ર પૂર્ણ થાય છે. જે ખાંખતા દર્શાવવામાં આવી છે, તે ટુંકી છતાં સચાટ છે. પૂર્વભવના સંસ્કાર અને આ ભવમાં સુર્યેાગ્ય વાતાવરણ મળતાં કયી રીતે આત્મા ઉન્નતિના પથ ઉપર ચઢીને સ્વપર કલ્યાણ સાધે છે, એ બધું આ ટુંક જીવન ચરિત્રમાંથી જોઈ શકાય છે.
દુનિયામાં સા કોઇ જન્મે છે, જીવે છે અને મરે છે, પરન્તુ જે પુણ્યપુરૂષા આ રીતે પેાતાના જીવનને સુચારૂપણે વ્યતીત કરે છે, સ્વપર શ્રેય સાધવામાં જીવનની મેાંઘી ક્ષણા ખર્ચવા તત્પર બને છે અને પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com