________________
તાત્કાલિક ઉપાયે લેતાં છ દિવસમાં આ તાવ ઉતર્યો, પરતુ અશક્તિ રહી. દરમ્યાન ગુજરાત-કાઠીયાવાડમાં બે ઇંચ જેટલી વૃષ્ટિ થતાં, પૂ. પંન્યાસજી મહારાજના અશક્ત શરીરને શરદી લાગુ પડી. તેમાંથી ન્યુમોનીયા તાવ શરૂ થયે. રોજ બબ્બે વખત બબ્બે ડોકટરે તપાસવા આવતા. તેઓશ્રીની ભદ્રિક પ્રકૃતિથી વિવશ બનેલા શ્રાવક ભક્તોએ આ બીમારી ટાળવાના તાત્કાલિક ઘટતા ઉપાય કરવા માંડયા અને પરિણામે શરદી ઓછી થએલી જણાઈ તેમજ તાવ પણ માગશર વદી ૧૨ ને દિને ઉતરી ગયે.
આથી તેઓશ્રીના પૂ. ગુરૂવચ્ચે હર્ષવિજયજી મહારાજને, તેઓશ્રીના ગુરૂભાઈ મુનિરાજેને, તેઓશ્રીના શિષ્યોને અને જામનગરના શ્રીસંઘને ખૂબ આનન્દ થયે અને થોડા જ વખતમાં શરીરે સંપૂર્ણ આરામ થવાની આશા સાએ બાંધી. પરંતુ બધી જ આશાએ કેની ફળે છે? કુદરતની ક્રૂરતા ક્યારેય ક્યાં કેઈનીય આશાને વિચાર કરે છે? બપોરના આરામ અનુભવ્યા બાદ, લગભગ સાડા ત્રણ વાગે એકાએક શરીરમાં શ્વાસ ઉત્પન્ન થયે. ભક્તો એકત્રિત થઈ ગયા. આશાને આનંદ લપાઈ ગયે. મેટા ફેંકટરને તૂર્ત જ બોલાવ્યા, પણ જ્યાં આયુષ્યની દેરી ડ્યુટી હોય ત્યાં તે શું કરે ? લગભગ પાંચેક વાગે તે પુણ્યપુરૂષે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો અને વાતાવરણને કેવળ ગમગીનીભર્યું બનાવી દીધું.
ખરેખર, કાળ કેઈને છેડતે જ નથી. જન્મ છે તે મરવાને માટે જ. છતાં ઉત્તમ આત્માઓનું મરણ જગતને વેદના ઉપજાવે છે. જામનગરના સંઘે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com