________________
૪
માંડવીના ત્રણે ગચ્છના શ્રાવકાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાંથી ભારીયા, કુંડા, નવીનાર, મુંદ્રા, ખારાઇ, ગારસમા, લુણી વિગેરે સ્થળે વિહાર કરતા અને જનસમૂહને ધર્મદાન આપવા દ્વારા પરમ ઉપકાર કરતા પંન્યાસજી મહારાજ કચ્છ ભદ્રેશ્વર મહાતીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી અંજાર પધાર્યા અને તાવની બીમારીને અને ત્યાં દેશ—ખાર દિવસનું રાકાણુ થયું. ત્યાં કાંઇક આરામ થતાં, વાગડમાં શ્રી કટારીયા તીર્થની યાત્રા કરી, રણને કાંઠે કાંઠે પેથાપુર પધાર્યા અને ત્યાંથી રણુ ઉતરી વેણાસર થઇ ખાખરેચી પધાર્યા. ત્યાંથી પાટણના દાનવીર નરરત્ન શેઠ નગીનદાસ કરમચંદે કાઢેલા શ્રી ભદ્રેશ્વરજ તીર્થના ચતુર્વિધ શ્રી સંઘનાં દર્શન કરવા તેઓશ્રી હળવદ ગયા અને ત્યાંથી આંદરણા, એલા વિગેરે ગામામાં વિહરતા મારખી પધાર્યા. ત્યાંથી ટંકારા, લતીપર થઇ ધ્રોલ પધાર્યા. ત્યાંથી જામનગર પધાર્યા. અહીંના શ્રીસંઘે તેઓશ્રીને ચાતુર્માસ સ્થિર રહેવા આગ્રહ ભરી વિનંતિ કરી. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તખીઅત સામાન્ય નામ રહેતી હાવા છતાં પણુ, મુનિરાજ શ્રી ત્રિલેાકવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી સુંદરવિજયજીને તથા પેાતાના શિષ્ય મુનિરાજ શ્રી પાર્શ્વવિજયજીને આસે વદ ત્રીજને શુભ દિવસે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના યેાગાદ્વહન શરૂ કરાવ્યા. આસે! વદ ૯ થી મુનિરાજ શ્રી કપુર વિજયજીના શિષ્ય મુનિ શ્રી અમૃતવિજયજીને પણ ચેાગાદ્વહનની ક્રિયામાં દાખલ કર્યા. યાગેન્દ્વહનની આ ક્રિયા માગશર શુદમાં પૂર્ણ થયા ખાદ, માગશર વદ ૧ ને દિવસે તેઓશ્રીને મેલેરીયા તાવ લાગુ પડ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com