SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ મહારાજ બન્યા અને હવે તેઓશ્રી પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિ અન્યા. શિષ્યસંપદાઃ— પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિને એ સુયેાગ્ય શિષ્યા થયા. વિ. સં. ૧૯૭૮ માં અમદાવાદની પતાસાની પાળના શ્રીમંત ગૃહસ્થ મફતલાલને પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે પાતાના વરદ હસ્તે દીક્ષા આપી અને તેએનું નામ મુનિરાજ શ્રી માણેવિજયજી રાખી, પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિના શિષ્ય બનાવ્યા. ખીજા શિષ્ય તે મુનિરાજ શ્રી પાર્શ્વવિજયજી. વિ. સં. ૧૯૭૯નું ચાતુર્માસ મેસાણામાં થતાં ત્યાંની સુપ્રસિદ્ધ શ્રી યશાવિજયજી જૈન પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાથી ભાઇ પાપટલાલને પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજીના પરિચય થયા અને પરિચયમાં તેઓ શ્રીમદની ભવ્યતાએ આ ભાઈને ખૂબ આકર્ષણ કર્યું. પછી તે તે ભાઈને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઇ અને ચાતુર્માસ પૂર્ણ થયે તે ભાઈ પણ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પુષ્પવિજય જીની પાસે દીક્ષા લેવાના ઉપરા ઉપરી પ્રયાસેા કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિ, તીક્ષ્ણ ગ્રાહ્યશક્તિ, ચારિત્રની દૃઢ અભિલાષા અને શોભીતી મુખાકૃતિએ પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિને પણ આકૃષ્ટ કર્યા. આ દરમ્યાન તે ભાઇને અભ્યાસ ચાલુ રહ્યો અને વિ. સં. ૧૯૮૦ ના વૈશાખ શુદ અગીયારસના પુણ્ય દિવસે દીક્ષા આપી. નામ મુનિ શ્રી પાર્શ્વવિજયજી રાખ્યું, અને પોતાના શિષ્ય બનાવ્યા. તે નૃતન દીક્ષિત મુનિ શ્રી પાર્શ્વવિજયજીને ખૂબ મહોત્સવ પૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy