________________
રૂપે
નવસારીમાં પધારતાં અમથાલાલે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજીને પોતાને દીક્ષા આપવાની વિનંતિ કરી અને એ વિષયની જાણ થતાં અમથાલાલના ઉત્તમ જીવનથી પરિચિત નવસારીના આગેવાન જેને એ પણ પિતાને એ પુણ્યકર્મને ઉત્સવ ઉજવવાને હા આપવાની વિનંતિ કરી. આ રીતે વિનંતિ થઈ અને અમથાલાલ તે પરમેશ્વરી પ્રવજ્યા માટે યોગ્ય જ હતા, એટલે નવસારીમાં દીક્ષા આપવાની વિનંતિ પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજે સ્વીકારી. નવસારીના આગેવાન જેનોએ એ પુણ્ય અવસરે પધારીને શોભામાં વૃદ્ધિ કરવાને માટે અમથાલાલનાં માતુશ્રી શિવરબાઈ ભક્તાણીને તથા અમથાલાલના કાકાને ખબર આપી. બીજી તરફ નવસારીમાં દીક્ષા મહોત્સવની તૈયારીઓ ચાલી ત્યાં દેરાસર અને ઉપાશ્રય ધ્વજાપતાકાથી શોભવા લાગ્યાં. નવસારીના શ્રીસંઘે બીજા ગામમાં પણ આમંત્રણ પત્રિકાઓ મોકલી. જલાલપુર, સીસોદરા, વાંઝ, બીલીમેરા વિગેરે સ્થલેથી તેમજ કાલીયાવાડીથી મહેટો શ્રાવક સમુદાય એ મહોત્સવ નિહાળવા અને અમથાલાલની પુણ્ય પ્રવૃત્તિની અનુમોદના કરવાને માટે હાજર થયે. નવકારશીનાં જમણે થયાં. પૂજા ભણાવાઈ ભાવનાઓ બેઠી, પ્રભાવનાઓ થઈ અને એ મંગલ મહોત્સવ શ્રીસંઘે અપૂર્વ રીતિએ ઉજવ્યા. વરઘોડામાં અને દીક્ષાની ક્રિયા વખતે હાજર રહેલા અમથાલાલના કાકાની અને ભક્તાણી શિવકેરબાઈની સૌ કઈ અનુમોદના કરતું. વરઘોડામાં અમથાલાલના દેહ ઉપર શ્રાવકેએ નાખેલાં આભૂષણેમાંથી દીપતી અમથાલાલની વૈરાગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com