________________
૩૪
અભિલાષાથી, એ કાંઈ જેવી તેવી સામાન્ય ઘટના તેા નથી જ !
આ રીતે પૂ. મુનિરાજ શ્રીહર્ષવિજયજી મહારાજ સાથે અમથાલાલ વિહાર કરવા લાગ્યા અને પેાતાને ધાર્મિક અભ્યાસ વધારવા ઉપરાંત વિવિધ નિયમેાનું પાલન કરવા લાગ્યા. રાજ સામાયિક-પ્રતિક્રમણ અને પર્વતીથિએ તપશ્ચર્યા ઉપરાંત દૈહિક સંબંધે મનથી, વચનથી અને કાયાથી તાડવા મથતા હાય, તેમ આકરા નિયમોનું પણ પરિપાલન કરવા લાગ્યા. રાજ તેઓ જૈન સાધુએ અને વ્રતધારી શ્રાવકા પીએ છે, તેમ ઉકાળેલું પાણી પીવા લાગ્યા. સામાન્ય રીતે તેઓ શયન પણ સંથારામાં કરતા. આ રીતે તેઓએ દીક્ષા લીધી, ત્યાં સુધી પણ દીક્ષિત જીવનના આચારાભ્યાસ કરવામાંજ ધ્યાન આપ્યું. પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે પેાતાનું ચાતુર્માસ વિ. સં. ૧૯૬૩નું ચાણસ્મા કર્યું અને વિ. સં. ૧૯૬૪નું ચાતુર્માસ વીરમગામ કર્યું. વીરમગામમાં જોગવાઈ મળતાં અમથાલાલે વ્યાકરણના સતત્ અભ્યાસ શરૂ કર્યા. વિ. સં. ૧૯૬૫ ના સાણંદના ચાતુર્માસમાં તે અભ્યાસ સારા થયા.
વિ. સં. ૧૯૬૫નું સાણંદનું ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ, પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે દમણ તરફ વિહાર કર્યો. ખેડા, ખંભાત, કાવી, ગંધાર, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી, ખીલીમેારા, વલસાડ, વાપી વિગેરે સ્થલેાના શ્રાવકોને સદ્ધર્મના સદુપદેશ આપતા તેઓ શ્રીમદ્ દમણુ સુધી પધાર્યા. ત્યાંથી પાછા ફરતાં તેઓશ્રી નવસારી પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com