________________
33
મુગ્ધ બની ગયા. તેઓશ્રી તરફ અમથાલાલનું મન દેરાએલું જોઈને અમથાલાલનાં માતુશ્રી શિવરબાઈએ ઉપાશ્રયે આવીને અમથાલાલને સાથે લઈ જઈ ધાર્મિક જ્ઞાન આપવાની પૂ. મહારાજશ્રી હર્ષવિજયજીને વિનંતિ કરી. ખેરવાના સંઘે પણ વિનંતિ કરી. અને અમથાલાલ પિતે તો એ માટે તૈયાર જ હતા. સાંકળીને આંકડે આંકડે મળી જાય તેમ બધા જ સંયોગ સાનુકૂળ બની ગયા.
વિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ લુણવામાં કરીને, મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ ખેડાના શા. પરસેતમ દીપચંદની વિનંતિથી ખેડા તરફ વિહાર કરતા હતા, કારણ કે પરસેતમ દીપચંદને ખેડાથી શ્રી સિદ્ધાચળજીને છ રી પાળા સંઘ કાઢવાનો હતો. પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મેરૂ તેરસને (મહા વદ ૧૩: ૧૯૩) મંગલ પ્રભાતે ખેરવા પધાર્યા હતા અને તેજ દિવસથી અમથાલાલના ભાગ્યોદયની આડે પડેલે પડદે ચીરાય. અમથાલાલ ત્યાંથી પૂમુનિરાજ શ્રી હર્ષવજયજી મહારાજ સાથે જ ચાલ્યા. માત્ર બાર વર્ષની જ ઉંમરે એક કણબીના કુટુંબમાં ઉત્પન્ન થએલ અમથાલાલ આવું સદ્ભાગ્ય પામે, એના અન્તરમાં આવી પુણ્યભાવના પ્રગટ થાય અને એનું મન આ રીતે એ ભાવનાને જીવનમાં ઉતારવા માટે ઉત્સુક બને, એ બધાની કણ અનુમોદના ન કરે? સામાન્ય રીતે ખેડુત બાળક આ ઉંમરે હજુ રખડતો હોય, કાં તો ખેતરમાંથી ઘાસ કાપી લાવતા હોય, ત્યારે અમથાલાલ બારમે વર્ષે તે ગૃહત્યાગ અને સ્વજનત્યાગ કરીને સાધુ સમાગમમાં જોડાય છે અને તે પણ સાધુ બનવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com