________________
અસારતા અને સંયમની સારભૂતતા તેઓ પીછાની શક્યા. અનેક પાપોથી ભરેલા અને પાપથી જ પોષાતા આ સંસારમાં પડ્યા રહેવા કરતાં મળેલ અનુપમ માનવ જીવનને સદુપયોગ કરવાની તે પુણ્ય પુરૂષને અભિલાષા થઈ. આ અભિલાષાના યોગે તેઓ માતૃભૂમિને પણ બે-ત્રણ વાર ત્યાગ કરી ગયા, પરન્તુ તેઓને જે જોઈતું હતું. તે સાધુસંગ પ્રાપ્ત ન થયે એટલે પાછા ફર્યા. આથી તેમની ભાવનામાં જરા પણ ચલવિચલતા ન થઈ. તેઓ પિતાની ધારણામાં મક્કમ રહ્યા અને એવી તક શોધતા રહ્યા. ખરેખર, નીચ પુરૂ વિના ભયથી ભયભીત થઈને શુભ કામની શરૂઆત કરતા જ નથી, સામાન્ય જને શુભકાર્યની શરૂઆત કરે છે પણ વિદને આવતાં તે છોડી દે છે અને ઉત્તમ પુરૂષે શુભ કામની શરૂઆત કરીને લાખે વિદને હામે અડગ રહી કાર્યસિદ્ધિ જ મેળવે છે.
આપણા ચરિત્ર નાયક અમથાલાલ આ રીતે કઈ સુગ્ય તકની જ રાહ જોઈ રહ્યા હતા, તે દરમ્યાન ત્યાં એક મહાપુરૂષની પધરામણી થઈ. વર્તમાનકાળમાં જૈનસમાજમાં સુપ્રસિદ્ધ શ્રી મૂલચંદજી મહારાજાના ગુરૂભાઈ શ્રી બુટેરાયજી મહારાજાના શિષ્ય પંન્યાસ શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુનિરાજ શ્રી હર્ષવિજયજી ખેરવામાં પધાર્યા. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજની શાંત મુખમુદ્રા, સાત્વિક ધર્મદેશના, શુભ પ્રવૃત્તિ અને ક્રિયાશીલતા –એ બધાએ અમથાલાલને તે પૂજ્યશ્રી તરફ ખૂબ ખેંચ્યા. માત્ર એક જ દિવસના પરિચયમાં અમથાલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com