________________
ભાવનાએ જેનેતર જનતાનું પણ ધ્યાન ખેંચ્યું. અને વિ. સં. ૧૯૯૬ના વૈશાખ માસની શુકલા એકાદશીના પુણ્ય પ્રભાતે, હજારોની સંખ્યામાં એકત્રિત થએલી માનવમેદનીના જય જય ધ્વનિ વચ્ચે, અમથાલાલે ગૃહસ્થ જીવનને અને ગૃહસ્થ સંબંધોનો ત્યાગ કરીને સાધુ વ્રત સ્વીકાર્યું. તેઓ પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી પુપવિજયજી તરીકે જાહેર થયા.
મનથી, વચનથી અને કાયાથી–ન કરે, ન કરાવે, અને કરનારને ન અનુદે,-એમ ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવદ્ય ગોને, એટલે કે સૂક્ષ્મ અને બાદર હિંસા, અસત્ય, ચેરી, વિષયસેવન (મૈથુન) અને પરિગ્રહને ત્યાગ કરવા રૂપ એ પાંચ મહાવ્રતો અને છડું રાત્રિ–ભજન વિરમણ વ્રત –એ રૂપ ભાગવતી જૈન દીક્ષા સ્વીકારીને અમથાલાલમાંથી તે મંગલ પ્રભાતે હવે બનેલા મુનિરાજ શ્રી પુરપવિજયજી કાલીયાવાડી પધાર્યા. અને ત્યાં પણ કેટલાંય જેન-જૈનેતર સ્ત્રીપુરૂષ દર્શન કરવા આવ્યાં. ખેડુતને પુત્ર, સેળ વર્ષની જુવાન વય, ભવ્ય મુખાકૃતિ, તેજસ્વી લલાટ અને એમાં જેન સાધુતા ભળે, એટલે તો કોઈ પણ સુજ્ઞ જનનું એ ચરણમાં શિર ઝુકી જાય એમાં આશ્ચર્ય શું ?
નવસારીમાં છેડો કાળ રેકાઈને પોતાના ગુરૂ પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજા સાથે મુનિરાજ શ્રી પુપવિજયજી વિહાર કરતા કરતા ડભાઈ પધાર્યા અને વિ. સં. ૧૯૬નું પહેલું ચાતુર્માસ તેઓશ્રીએ ડાઈમાં કર્યું. અહીંના ચાતુર્માસ દરમ્યાનમાં તેઓશ્રીએ સંસ્કૃત વ્યાકરણને અભ્યાસ પૂર્ણ કરી લીધો. ત્યાંથી વિહાર કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com