________________
૩૦
દીક્ષિતા વધારે ઉત્તમ અને વધારે પ્રભાવક નિવડે છે, એનું કારણ એ પણ છે કે-દીક્ષા લીધા પછી તેઓને તદૃન સ્વચ્છ અને વૈરાગ્યમય વાતાવરણમાં રહેવાનું હાય છે, નિરંતર તેઓને સદ્ગુરૂઓનો પરિચય હાય છે, તેમજ ક્રિયા અને જ્ઞાન બન્ને વૈરાગ્યને જ પુષ્ટ કરનારાં હેાય છે. આવું વાતાવરણ, આવા સહવાસ અને આવાં ક્રિયાજ્ઞાન જો સામાન્ય આત્માને પણ ધર્મરૂચિ બનાવી દે, તે પૂર્વભવના સંસ્કારવાળા અને સંસારની વિષમય વૃત્તિ અને પ્રવૃત્તિથી સાવ દૂર રહેલા આત્માને ઉચ્ચ જીવનમાં દોરી જાય, તેમાં આશ્ચર્ય જેવું પણ શું છે? પૂર્વભવના સંસ્કાર અને સુવિશુદ્ધ વાતાવરણની અસર ન હાય, તા ખેડુતના છેક અમથાલાલ પ્રથમથી જ પાપથી ડરનારી અને અનંત કાયાદિ અભક્ષ્ય પદાર્થો વિગેરેના પહેલેથી ત્યાગી કેમ હાય ? ખેડુત-કણબીના ઘરમાં આવેા આહાર રાજના ગણાય અને એવે સ્થલે અમથાલાલની આ પ્રવૃત્તિ પૂર્વભવના ઉત્તમ સંસ્કારાની સાબીતીરૂપ જ છે.
અમથાલાલે ખાલપણુમાં ગૂજરાતી પાંચ ચાપડી સુધીના અભ્યાસ કર્યા. તે દરમ્યાન તેમનામાં કેટલાય સંસ્કારો જૈનધર્મના પડયા. પછી તે તેઆએ જૈનધર્મના અભ્યાસ શરૂ કર્યાં. સામાયિક શીખ્યા અને બે પ્રતિક્રમણના પણ અભ્યાસ કર્યો. એટલું જ નહિ પણ તે રાજ સામાયિક તથા પ્રતિક્રમણ કરવા લાગ્યા. કાઇ પણ જૈન સાધુ આવે તે તેઓની હામે જવું, તેની ભકિત કરવી અને ધર્મપદેશનું શ્રવણ કરવું,—એ અમથાલાલના શુભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com