________________
ઉપર કાળને પંજો ફરી વળે. શિવરબાઈ વિધવા બન્યાં.
શિવરબાઈની ખ્યાતિ બેરવામાં ભકતા તરીકેની હતી. સાધુ સંન્યાસીની ભક્તિમાં અને ધર્મકથાના શ્રવણમાં જ પ્રાય: તેમનું જીવન વ્યતીત થતું. અમથાલાલ માત્ર તેમને ચિંતાનું કારણ હતો. પણ શિવરબાઇ તે અમથાલાલને બધે સાથે ફેરવતાં. આ સંસ્કારોએ અમથાલાલના જીવન ઉપર અજબ અસર કરી છે, એમ અમથાલાલના ભવિબના જીવન ઉપરથી કોઈ પણ કલ્પી શકે તેમ છે.
વધુમાં અમથાલાલ નિરંતર ખેરવાનાં શ્રાવક કુટુઓના પરિચયમાં રહેત. ખેડુતને પુત્ર હોવા છતાં એ કઈ પણ દિવસ ખેતરમાં ઘાસ વાઢવા જાય નહિ. ડુંગળી, લસણ, વંતાક વિગેરે ખાય નહિ. શિવકોરબાઈએ લાવીને ઘરમાં રહ્યું હોય તે પણ તેવી અભક્ષ્ય વસ્તુઓ અમથાલાલ ખાય નહિ. પૂર્વભવના સંસ્કાર અને ધમજનોનો સહવાસ શું નથી કરતો? બાળકમાં સદ્ભાવનાઓ જન્મે છે તે કયાંથી? બાળક સ્વાભાવિક રીતે ધર્મમાર્ગ કયારે દેરાય? પૂર્વભવના સંસ્કારો અને અહીંનું સ્વચ્છ વાતાવરણ બાલકના જીવનમાં અજબ અસર ઉતપન્ન કરે છે. આથી જ જન શાસ્ત્રોમાં બાળદીક્ષાનું ખાસ વિધાન છે. જે આત્માએ પૂર્વભવના શુભ સંસ્કારો લઈને આવ્યા હેય છે અને પુદયે જેઓ અહીં પણ ધાર્મિક સામગ્રી મેળવે છે, તેઓના અન્તરમાં સહેજે ધર્મની રૂચિ ઉત્પન્ન થાય છે અને ધર્મી માતાપીતાની તથા સગુરૂઓની પ્રેરણું પામતાં નહાવા પણ બાળકને વિરતિના પરિણામ થાય છે. વધુમાં બાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com