________________
કાંઈક શીખીને, વાંચક પિતાના જીવનને પણ ઉન્નતિના માર્ગમાં ગતિમાન કરે, એ જ આ પ્રયાસને હેત છે અને એ જ વાસ્તવિક સફલતા છે. ઉપરાન્ત પુણ્યપુરૂષે પિતાના જીવનને ઉત્તમ આદર્શ ખડો કરીને, જગત્ ઉપર ઉપકાર કરે છે, તે પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો અને જાણ અદા કરવાને હેતુ પણ આ રીતે સ્વાભાવિક રીતિએ જ સિદ્ધ થાય છે.
મેસાણાની નજદિકમાં આવેલા ખેરવા ગામમાં વિ. સં. ૧૫૦ માં જ્યારે રામદાસ પટેલને ત્યાં તેમનાં ધર્મપત્ની શિવકેરબાઇની કુશીથી અમથાલાલને જન્મ થયે, ત્યારે કોણે ધાર્યું હશે કે–એ અમથાલાલ ભવિષ્યમાં સવેવિરતિ ધર્મ અંગીકાર કરી સ્વપર હિત સાધશે અને એના દેહાવસાન બાદ પણ એની કીર્તિકથા લખાશે ! પરન્તુ વિધિની લીલા જ ન્યારી છે. વિધિના ગર્ભમાં તો એવી અનેક અકચ્છ ઘટનાઓ છૂપાએલી હોય છે.
રામદાસ પટેલ કડવા કણબી જ્ઞાતિના હતા. સ્થિતિ સાધારણ હતી. ઘેર ખેતી પણ હતી અને દુકાન પણ હતી. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં તેઓને હર્ષ ખૂબ વધી ગયે. બાળકને તેજસ્વી અને આનન્દી ચહેરો જોઈ રામદાસ પટેલ, શિવકોરબાઈ અને કુટુંબીજનો ખૂબ આનંદમાં રહેતાં. તેઓને મન માત્ર સ્વાભાવિક આનન્દ હતો, પરંતુ એના તેજ
સ્વી લલાટમાં લખાએલી ઉજવલ કારકીર્દિ તેઓ ક્યાંથી ઉકેલી શકે? એ ભવ્ય લલાટની ભવ્યતા તે કાળે કલ્પનામાં પણ કયાંથી હોય? તેઓ તો તે બાળકને ઉત્સાહભેર ઉછેરવા લાગ્યાં. પરંતુ થોડા જ વખતમાં રામદાસ પટેલના શરીર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com