SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ વિવેકનો અભાવ છે. આથી જ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવાએ જગના એ દુ:ખનું નિદાન શોધ્યું : પાલિક સામગ્રી મળી હોય એમાં રાચવું અને નહિ મળેલીને મેળવવા મથવું, એ જગના દુ:ખનું નિદાન છે. મળેલી પાલિક સામગ્રીના ભાગવટાના અને નહિ મળેલી પૈાલિક સામગ્રીને મેળવવાની ઇચ્છાના ત્યાગ તે સર્વવિરતિ : આમાં મર્યાદિત આચરણ તે દેશવિરતિ; અને આમાં દઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એટલે જૈનદર્શનમાં આદર્શ જીવન માત્ર સર્વવિરતિનું જ ગણાય છે. દેશિવરિત યા સમ્યગ્રદ્રષ્ટિનાં જીવન તે તે અંશે ભલે આદર્શ હાય, પરન્તુ સંપૂણ આદર્શ જીવન તે સર્વવિરતિનું જ છે. સર્વવિરતિથી કોઈ ઉત્તમ જીવન હાઇ શકતું જ નથી, એમ જૈનશાસન માને છે. અને આવા જ આત્માના જન્મ ધન્ય અને મરણુ ગારવભયુ હાય છે. જે ચરિત્ર નાયકનું આ ટુંક જીવન ચરિત્ર છે, તેઓએ પેાતાના જીવનકાળમાં સર્વવતિની આરાધના કરી છે અને તેથી જ આજે તેના નાશવંત દેહ જગત્ની સપાટી ઉપરથી નષ્ટ થએલ હેાવા છતાં પણ એ પુણ્યપુરૂષનું જીવનચિરત્ર પ્રકાશમાં મૂકવાની અંતરમાં પ્રેરણા જન્મે છે. અને આ જીવનમાં વિશેષતા તા એ છે કે કુળના અને અભ્યાસના સંચાગે! સામાન્યતયા વિપરીત છતાં, પૂર્વકર્મના પ્રખલ વેગ અને પૂર્વભવના સંસ્કારોની છાયા તેઓશ્રીને ઉન્નત માર્ગે દોરવી ગએલ છે. ખરેખર, મહાપુરૂષોનાં જીવનામાં આવી ને આવી કાંઈક વિશેષતા–કાંઇક વિશિષ્ટતા પ્રાય: હાય છે. એવા મહાપુરૂષના ઉત્તમ જીવનને જાણીને, તે જીવનમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy