________________
પિતાને જીવનકાળ આટલે સુચારૂ બનાવવાને માટે જ જગતમાં ધર્મનું અસ્તિત્વ છે. ધર્મ, આત્માને એના કર્તવ્યનું દિશાસૂચન કરે છે. આત્મા કયી રીતિએ ઉન્નતિ સાધે તેને મર્મ ધર્મ દર્શાવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સર્વ પદાર્થોના સર્વ ભાવેના જ્ઞાતા વીતરાગદેવએ કહેલ ધર્મ, એ ઉત્તમ કેટિના જીવન જીવવાના માર્ગોનું નિદર્શન કરાવે છે. શ્રી જિનેશ્વરદેએ આજ કારણે માનવ જીવનની મહત્તા આંકી છે. દેવી સંપત્તિ કે પાશવિક બળની એમને મન કશી જ કિંમત નથી. કિંમત માત્ર વિવેકની છે. સદ્ અને અસદ્દનું પૃથકકરણ કરીને, સારાને સ્વીકાર કરે અને ખોટાને પરિત્યાગ કર, એમાં જ સાચી વિવેકશીલતા રહેલી છે. અને એવા જ વિવેકી આત્માઓ સ્વાર કલ્યાણ સાધી શકે છે. વિવેક, એ તે ઉત્તમ જીવનને પામે છે.
આવા વિવેકી આત્માઓને શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સર્વવિરતિ, દેશવિરતિ અને સમદ્રષ્ટિ. અનન્તજ્ઞાનીએ પોતાના અનુભવથી અને જ્ઞાનથી જગના દુ:ખનું નિદાન કરીને, આ ત્રણેને ઉપદેશ કર્યો. જગત આખુંય સંપૂર્ણ, સ્થાયિ અને સર્વગ શુદ્ધ સુખ મેળવીને–આધિ, વ્યાધિ, અને ઉપાધિની યન્ત્રણમાંથી બચવા ઇચ્છે છે. સારાય વિશ્વના ને એ માટે પ્રયત્ન નિરંતર ચાલુ છે. છતાં ઑટે ભાગે જગની આધિ, વ્યાધિ, અને ઉપાધિની યવણું વધી જ રહી છે અને વધે જ જાય છે. આનું કારણ અજ્ઞાનતા કિવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com