________________
સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિવર્યનું
જીવન ચરિત્ર. Lives of Great men all remind us, That we can make our lives sublime.
-Long Fellow. જન્મવું, જીવવું અને મરવું,-એ જગના જીવને સ્વાભાવિક ક્રમ છે. જળચર કે સ્થલચર દરેક જીવ એ ક્રમને આધીન છે. પરન્તુ પ્રત્યેક જીવને માટે નિમએલા એ કેમમાં કાંઈક ને કાંઇક વિવિધતા અવશ્ય હોય છે. એ વિવિધતા ઉત્પન્ન કરનાર જીવનકાળ છે. જીવનકાળમાં જે આત્માઓ પિતાના જીવનને સુચારૂરૂપે વ્યતીત કરે છે, સ્વપર શ્રેય સાધવામાં મેંદી જીવનક્ષણેમાં તત્પર બને છે, પિતાના શરીર, સંપત્તિ અને સ્વજનના ભેગે પણ જેઓ પરહિત કરવામાં પ્રયત્નશીલ રહે છે, તેઓ પિતાના જન્મ અને મરણને પણ મહત્ત્વનું બનાવે છે. તેઓના જન્મ ધન્ય ગણાય છે, તેઓનું જીવન આદર્શ ગણાય છે અને તેઓનું મરણ ગૌરવભર્યું હોય છે. એવા આત્માઓ નાશવંત શરીરને નાશ થયા પછી પણ, જગતના અન્તરપટ ઉપર અમર રહે છે. એમનાં નામ પ્રાતઃસ્મરણીય ગણાય છે અને એમનાં જીવનકાર્યની કીર્તિ ઉપર દુનિયા પુષ્પ વેરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com