________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૮૭
જીવ દેશવિરતિ ( શ્રાવકપણું ) કે સર્વવિરતિ ( સાધુપણું )ના પરિણામને પ્રાય: પામી શકતા નથી અને તેટલા જ માટે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા દીક્ષા માટે અયેાગ્ય છે, એમ કહ્યું. વિચારક મનુષ્ય તે આથી સ્પષ્ટ સમજી શકે તેમ છે કે-આઠથી ઓછી ઉંમર પણ દીક્ષાને માટે અચેાગ્ય નથી, પરંતુ તેથી આછી ઉંમરવાળાને ત્યાગની ભાવના આવતી નથી, તેથી તે લેનાર અયેાગ્ય છે. શાસ્ત્રનાં પૂર્વાપર વાગ્યેને વિચારનાર મનુષ્ય, આ સિવાય બીજા નિર્ણય પર આવી શકે તેમ નથી. કારણ કે-જો એછી ઉંમરવાળાને પણ ચારિત્રના પરિણામ થયા અને તેને અગિકાર કરવા તત્પર થયા અને ગુરૂમહારાજ પાસે આવીને દીક્ષાની પ્રાર્થના કરે, તેા શું ગુરૂ મહારાજે તેને દીક્ષા આપવાના નિષેધ કરવા ? જે ગુરૂઆને હિંસાદિક પાપસ્થાનકેાના ત્રિવિધ ત્રિવિધ ( મન-વચનકાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કરતાને સારૂં માનવું નહિ એવા ) ત્યાગ છે, તેવા ગુરૂએ કાઇપણ પ્રકારે તેને દીક્ષા આપવાને નિષેધ કરી શકે જ નહિ અને અજ્ઞાનતાથી પણ જો કોઇ સાધુ તેને દીક્ષાના નિષેધ કરે, તે તેનું સાધુપણું જળવાઈ શકે નિહ, કારણ કે–જૈન શાસ્ત્રમાં સાધુપણું તેને માનેલું છે કે-જેમાં હિંસાદિકનાં કારણ અને અનુમાદનના પણ સર્વથા નિષેધ છે.
અનુમેાદન ત્રણ પ્રકારે થાય છે—
૧. પ્રશંસા, ૨. સહવાસ, અને ૩. અનિષેધ.
જેવી રીતે હિંસાદિકને સેવવા તથા સેવરાવવામાં પાપ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com