________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૬૧ છે.”—એમ સમજાવ્યું હતું. પોતાના પુત્રોને આમ બેટી રીતે ભરમાવીને, સાધુઓથી એટલા ભયભીત બનાવી દીધા હતા કેજ્યારે એક દિવસ તેઓ જંગલમાં રમતા હતા, ત્યારે ત્યાં એકાએક સાધુ મહાત્માઓ ચઢી આવ્યા. તેમનાથી તેઓ એકદમ ડરી ગયા અને નાસી છૂટવાને બીજો રસ્તો નહિ મળવાથી, ઝાડ ઉપર ચઢીને સંતાઈ ગયા. એજ રીતે દીક્ષાભિલાષિની દીક્ષાને દૂર કરવા માટે કુટુંબીઓને માલમ પડતાની સાથે તેઓ સર્વ પ્રકારના પ્રયત્ન કર્યા સિવાય રહે જ નહિ. જે કે–તે પુરોહિતના બે પુત્રોએ તે જ્યારે તેઓને સાધુનું સાચું સ્વરૂપ જાણવામાં આવ્યું, ત્યારે માતાપિતાના રોકાણ છતાં દીક્ષા ગ્રહણ કરી. પરંતુ સ્વાર્થપરાયણ કુટુંબીઓ પુત્રાદિના હિત તરફ નહિ જેતા, કોઈપણ સંગોમાં તેઓ દીક્ષા લેવા ન પામે, તેને માટે બધી તજવીજ કરે છે, જે કે-કેટલાક પરિણત આત્માઓ તે પુરોહિતના પુત્રોની પેઠે પોતાના આત્માનું શ્રેય સાધવા મકકમ પણ રહે છે, પરંતુ ઘણુઓ તે કુટુંબીઓ તરફથી થનારાં વિદથી ડરી જઈને પોતાને આત્મકલ્યાણનો તે નિશ્ચય છોડી પણ દે છે.
સાચું સ્વરૂપ સમજાયા વિના દીક્ષા રૂચે નહિ.
મેહના તીવ્ર ઉદયને લઈને કદાચ કઈ મનુષ્ય, દીક્ષા લેનાર પિતાના કુટુંબીજનને સ્નેહને વશ થઈને દીક્ષા લેતે
અટકાવે, તે તે હજુ સમજી શકાય તેવું છે. જેમ શ્રી વસ્વામિજીની માતા તેમની દીક્ષા રોકવા તૈયાર થઈ હતી, તેમ બીજા પણ તેવા અનેક દાખલાઓ શ્રવણચર થઈ શકે છે; પણ જેને દીક્ષા લેનાર સ્ત્રી કે પુરૂષ સાથે ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com