________________
૧૬૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
સ્વાર્થને નાશ થવા દેવો, તે નરી મૂર્ખતા છે. બીજી વાત એ છે કે-કુટુંબીજન માત્ર સ્વાર્થ પુરતાં જ સગપણ ધરાવવાવાળાં હોય છે. જેઓને પોતાના આત્માને વળગતાં પાપને ડર હોતો નથી, તેવાં કુટુંબીજનોને દીક્ષાભિલાષી મનુષ્યને લાગતાં પાપોને ડર ન જ હાય, એ પણ સ્વાભાવિક છે. આરંભ–પરિગ્રહમાં ખેચેલાં અને પાપવાસનાઓમાં ઓતપ્રોત થઈ ગયેલાં કુટુંબીજને, તેમાંથી છૂટવાને માગતા બીજાને ન છૂટવા દે, તેમાં આશ્ચર્ય નથી. પણ તેથી આત્માના કલ્યાણને સમજનારો અને ત્યાગમાર્ગ પ્રત્યે આદરવાન થયેલો પુરૂષ પૌગલિક સ્વાર્થમાં રક્ત થયેલા બીજાઓના કહેવાથી પિતાના આત્મકલ્યાણને માર્ગ છોડી દે, એ બનવાજોગ નથી. નીતિકારોનું પણ કથન છે કે“સ્વાર્થને નાશ થવા દે તે નરી મૂર્ખતા છે.” તે કુટુંબીઓના શેકાદિના બહાને આત્મકલ્યાણ માટે લેવા ધારેલા ચારિત્ર રૂપી સ્વાર્થને દૂર કરનાર મૂર્ખ કેમ ગણાય નહિ? કુટુંબીજને સ્વાર્થની ખાતર શું શું કરે છે, તે ઈપુકાર અધ્યયનમાં વર્ણવેલ પુરોહિતના બે પુત્રોના દ્રષ્ટાંતથી સારી રીતે સ્પષ્ટ થાય છે.
તે પુરોહિત અને તેની સ્ત્રીને પહેલેથી જ્ઞાનીએ કહ્યું હતું કે–તમારા બન્ને પુત્ર જે થશે તે અપરિણીત અવસ્થામાં દીક્ષા અગિકાર કરશે. 'જ્ઞાની પુરૂષે આમ કહ્યા છતાં, તે પુરોહિતે પોતાના પુત્રોને સશુરૂઓથી દૂર રાખવાના અનેક ઉપાયો રચ્યા હતા. “સાધુના વેષને ધારણ કરીને જેઓ ફરે છે, તે બધા છોકરાઓને મારી નાંખીને તેનું માંસ ખાઈ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com