________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ
[ ૧૫૯ તેમાં માતાપિતા, પુત્રપુત્રી, સ્ત્રી કે કુટુંબ કોઇપણ ભાગ પાડી શકતું નથી. જીવને કર્મના ઉદયથી થતી વેદનાથી ધન, માલ મીલક્ત કે માતાપિતા, સ્ત્રી પુત્રાદિ કાઈપણ સચેતન કે અચેતન વસ્તુ છેડાવવાને સમર્થ થઈ શકતી નથી અને તેથી જ અનાથીમુનિ અને નમીરાજર્ષે જેવા મહાપુરૂષો, સંસારમાં અશરણુપણાના વિચાર કરીને, દીક્ષા ગ્રહેણુ કરવા તત્પર થયા હતા. જે પાપાદયથી થતી વેદના ભેાગવવામાં કુટુંબીજન કાઇપણ જાતની જવાબદારી ઉઠાવી શકતા નથી, તે કુટુંબને માટે પાતે પાપમાં પડથા રહેવું તે ઉચિત છે, એમ કયા બુદ્ધિમાન પુરૂષ કહી શકશે ?
કાલસારિક નામના કસાઇ, કે જે નિરંતર પાંચસા પાડાના વધ કરતા હતા, તેના મરી ગયા પછી તેના સુલસ નામના પુત્રને કુટુંબીજનાએ ધંધા કરવા ઘણું દબાણ કર્યું, તે પણ તે સુલસ કે જે પ્રતિબાધ પામેલા અને સમજદાર હતા, તેણે કુટુંબીજનાને દુ:ખ થયું છતાં તેમના શાકાદિ ઉપર બીલકુલ ધ્યાન આપ્યું હતું નહિ.
આ રીતે ધર્મને સમજનારા મનુષ્ય કુટુંબને માટે હિંસા વિગેરે નહિ કરવામાં મક્કમ રહે છે, તેા પછી હિંસા વિગેરે પાપાથી સર્વથા નિવર્તવા રૂપ દીક્ષા લેવામાં કુટુંબીજનના કલેશને આડા લાવી કેવી રીતે અટકે ? જે કુટુંબીજન રોગ કે મરણુ એકથી બચાવવા અસમર્થ છે, તેમને માટે જન્મ મરણના ચક્રમાં રખડાવનાર પા। કરવા સમજી મનુષ્ય તૈયાર ન જ હાય, એ માની શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com