________________
૧૫૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત રેકવાને ઠરાવ કરે, તે સમાજ માટે બહુ જ ખરાબ ખ્યાલ આપનાર છે, તે ખાસ વિચારણીય છે. કદાચ એમ માની લેવામાં આવે કે-કઈ તેવી સ્થિતિનું કુટુંબ હોય કે, દીક્ષા લેનાર પુત્રના જવાથી તે કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી જતું હોય, તે તેટલા માત્રથી આખી સમાજમાં તે માટે કાયદો કરી શકાય નહિ. વળી ભવાંતરમાં સંચિત કરેલા અંતરાયના ઉદયથી દીક્ષા લેનાર અને તેના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોય, તો તેને દીક્ષા લેનાર તથા તેના કુટુંબે સ્પષ્ટ રીતે પોતાના પાપને ઉદય સમજવાનું હોય છે અને સમજે પણ છે. તે હવે તેવા પાપદયને તેડવા માટે તથા આત્માના શ્રેય માટે પુત્ર એકલે પણ દીક્ષા લેવાનો પ્રયત્ન કરે, તેમાં અનુચિતપણું કઈ રીતે ગણાય જ નહિ. કુટુંબીજનોએ પણ પિતાના પુત્રની ઉત્તમ ભાવના દેખી, અશુભદયને તોડવા માટે દીક્ષા લેવી જોઈએ અને તેમ ન બની શકે તો પણ કલ્યાણના અર્થિ પુત્રને દીક્ષા લેતે અટકાવી, વધુ કર્મબંધ થવાને પ્રસંગ લાવ જોઈએ નહિ.
અનાથી મુનિ, નમી રાજર્ષિ અને સુલસનાં દ્રષ્ટાંત.
દરેક જીવ પોતે બાંધેલાં કર્મોનો નાશ પોતે જ કરી શકે તેમ હોવાથી, તેમ કરવાને પોતે સ્વતંત્રપણે પ્રયત્ન કરે, તેમાં રોકાણ કરવાને કેઈને પણ અધિકાર ન હોવો જોઈએ, તે સ્પષ્ટ સમજાય તેવી બાબત છે. એ વાત તે કેઈને પણ માન્યા સિવાય ચાલી શકે તેમ નથી કે–પાપના ફળ તરીકે જે અનેક પ્રકારના રોગો પુત્ર વિગેરેને ભેગવવા પડે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com