________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૫૭ ઉશ્કેરી પોતે શાંત છે એમ મનાવતા હોય, સત્ય ઉપદેશકેનાં વ્યાખ્યાનો બંધ કરાવવા મથતા હોય, પિતાના ભક્તોને ઉશ્કેરવી વ્યાખ્યાન નહિ વાંચવાને ડર બતાવી દંભ સેવતા હોય, શાસનવિરોધી ટેળીની દેરી ખેંચનારા હોય, તેવા જ સાધુઓની જેઓને જરૂર હોય, તેઓ શાસ્ત્રને મકકમપણે અનુસરનાર સાધુસંસ્થાને વિચછેદ કરવા માટે તેઓની સલાહ લઈને ચાહમ પ્રયત્ન કરવા લાગ્યા હોય, તે તેમાં કંઈપણ નવાઈ જેવું નથી. આ સ્થળે યાદ રાખવું જોઈએ કે-દીક્ષાની અભિલાષાવાળે કેઈપણ મનુષ્ય પોતાની શક્તિ હોય ત્યાં સુધી પોતાનાં માતાપિતાદિના નિર્વાહને બંદોબસ્ત કર્યા સિવાય દીક્ષા લેતું જ નથી.
નિર્વાહના સાધનની ખામી રહેવાનું કારણુ શું?
દીક્ષા લેનારે પાછળના કુટુંબ માટે નિર્વાહનું સાધન કર્યું પણ હોય, અગર પોતાના ઘરની સ્થિતિના અનુસાર નિર્વાહ થવામાં કશી અડચણ ન હોય, તે પણ માતપિતાદિ કુટુંબીજને દીક્ષા લેનારને રજા આપી દે અને કલેશ ન જ કરે, એ નિયમ નથી. ખરી રીતે તે જેઓની પાસે વધારે સાધનસંપન્નતા હોય છે, તેઓ જ દીક્ષા લેનારની પાછળ વધારે ધમાચકડી કરે છે. શાસ્ત્રોમાં રાજામહારાજા અને શેઠ શાહુકારેના પુત્રએ દીક્ષા લેવા તૈયારી કરી, તે વખતે તેમના નિર્વાહના સાધનની કેઈપણ જાતની ખામી નહિ હોવા છતાં, કેવળ મેહ અને વિકળતાને લીધે તેમનાં માતાપિતાદિ કુટુંબીજનેએ શેક–આકંદન આદિ કલેશ કર્યો છે, તે અજાણ્યા નથી. વળી માતાપિતાદિના નિર્વાહના માટે દીક્ષા લેનારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com