SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧પ૧ અંત:કરણથી દીક્ષાની ભાવના રાખી, માયા-પ્રપંચાદિ કરવા અને તેમ કરીને પણ અનુમતિ મેળવવી. તેમ છતાં જે તેઓ દીક્ષા માટે સંમત ન થાય, તે દીક્ષા લેનારે તેઓને ત્યાગ કરે : એવી ભાવનાએ કે–“મારા આત્માને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવીશ, તે કઈક દિવસ આ માતાપિતાદિને ધર્મ પ્રાપ્ત કરાવી શકીશ અને તેઓના આત્માને પણ હું ઉદ્ધાર કરાવી શકીશ.” જે મનુષ્ય એવી રીતે ભાવના રાખીને માબાપને ત્યાગ કરે છે, તે જ મનુષ્ય માબાપને હિત કરવાવાળો સમજે,-એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે મનુષ્ય માબાપની અનુમતિ નહિ મળવા માત્રથી, દીક્ષાને અંગિકાર નહિં કરતાં સંસારમાં લપટાઈ રહે છે, તે મનુષ્ય પિતાનું અહિત કર્યું, એટલું જ નહિ પરંતુ માબાપનું પણ તેણે અહિત જ કરેલું છે. આ બધી હકીકત શાસ્ત્રકારએ માતાપિતાની રજાના અધિકારમાં જ “તે ત્યાગ તે અત્યાગ છે અને અત્યાગ તે નિશ્ચયે ત્યાગ જ છે.”—એમ કહી માતાપિતાની અનુમતિ વિના પણ દીક્ષા લેવી એ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આવી રીતે શાસ્ત્રકારોનાં કહેલાં વચનામાં એક જ વસ્તુ મૂખ્ય તત્ત્વ તરીકે તરી આવે છે, અને તે એ છે કે – દીક્ષા એ લેકોત્તર વસ્તુ છે. આત્મકલ્યાણને માર્ગ છે. મેક્ષની નિસરણું છે. અનંત કાળે મળેલી છે. ફરી મળવી દુર્લભ છે. તેવી દીક્ષાને કઈ પ્રકારે પણ અનાદર થાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy