________________
૧૫૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આના ઉત્તરમાં તેઓ જરૂર જણાવશે કે તમારું કુટુંબ ચાહે તેટલું નારાજ થાયપણ તમારે દેશોન્નતિનું કાર્ય છોડવું જોઈએ નહિ.” “દેશોન્નતિના કાર્યમાં, સમાજ સુધારણામાં, કુરૂઢીઓ દૂર કરવામાં, વ્યસનને ત્યાગ કરવામાં, બાળ અને વૃદ્ધ લગ્ન અટકાવવામાં, લગ્ન અને મરણ પ્રસંગના ખરચે બંધ કરવામાં –આવાં આવાં અનેક કાર્યો કરવામાં કુટુંબ અગર બીજાઓને ગમે તેટલો વિરોધ હોય, તે પણ તે તો અવશ્ય કરવા લાયક અને જરૂરી છે –એમ જ તેઓ કહેશે, અને તેને માટે “દરેક રીતને ભેગ આપવાની પ્રેરણા” પણ કરશે. જે આ રીતે તે તે કાર્યો માટે કુટુંબાદિકને વિરોધ નથી ગણવામાં આવે, તો અનંતા પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા છતાં, કોઈપણ વખતે નહિ મળેલી અને ભવિષ્યમાં પણ જે મળવાની સંભાવના અશક્યવતું છે, એવી મહાન દુર્લભ દીક્ષારૂપી કામધેનુની કિંમત જે ધર્માત્માઓને સમજવામાં આવી હોય, તેઓ માતાપિતા, સ્ત્રી આદિના મોહની કિંમત તુરછ આંકીને, દીક્ષા પ્રાપ્તિ માટે માતાપિતાદિના નેહને તજવાને ઉપદેશ કરે, તેમાં આશ્ચર્ય શું? કુટુંબકલેશના કારણે દીક્ષા નહિ લેવામાં નહિ, લેનારનું તથા
કુટુંબનું બન્નેનું અહિત જ છે. શાસ્ત્રકારોએ સાફ સાફ જણાવ્યું છે કે–દીક્ષા લેવાની ઈચ્છાવાળાને, તેનાં માતપિતા પ્રતિબંધ પામી તેને સંયમ માર્ગમાં અનુમતિ આપે તો તે ઉત્તમોત્તમ છે. જે તે માતાપિતાદિ સહેજે અનુમતિ ન આપે, તો દીક્ષા લેનારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com