________________
૧૫૨ ] .
પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત
વળી કુટુંમાર્દિકને પ્રતિબાધ કરીને અનુમતિ મેળવવા વિગેરેના જે ક્રમ ઉપર મતાવવામાં આવ્યા છે, તે તેને માટે જ છે, કે જેઓએ ગૃહસ્થપણામાં પણ ખારવ્રતધારી શ્રાવક થઇ કેટલીક મુદ્દત સુધી તેનું પાલન કર્યું હાય અથવા માબાપને પ્રતિબેાધ કરવાને શક્તિમાન હાય તેમજ જોષી કે સ્વપાક આદિને પાતાના કાબુમાં લઈ શકતા હાય. બીજાએને માટે ઉપર જણાવેલેાક્રમ આદરણીય નથી, એ વાત વિચારક મનુષ્ય સહેજે સમજી શકશે. અનેક આત્માએ તેવા ક્રમને જાળવ્યા સિવાય દીક્ષિત થયેલા છે અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે-‘ કુટુંબીજનના શાકાદિકના લેશ પણ દોષ દીક્ષા અંગિકાર કરનાર પુન્યવાન આત્માને લાગતા નથી. ’
માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરવાની શાસ્ત્રની આજ્ઞાને વાસ્તવિક અર્થ.
કેટલાક મનુષ્યા એમ જણાવવાને તૈયાર થાય છે કે
“ જે મનુષ્ય ઉપર તેનાં માતાપિતાદિકના પાલન વિગેરેના ક્જ હાય, તેને બજાવ્યા સિવાય તે મનુષ્યને દીક્ષા આપવી જોઇએ નહિ. તેના સમર્થનમાં શાસ્ત્રકારો પણ જણાવે છે કે દીક્ષા લેવાની અભિલાષાવાળાએ પેાતાનાં માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરી દેવું જોઇએ. અને તે ન થાય ત્યાં સુધી દીક્ષા લેનારે લેવી કે તેવાને દીક્ષા દેવી, તે અયેાગ્ય જ છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com