________________
૧૪૮ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત માબાપની ભક્તિ કરતાં સર્વવિરતિની કિંમત અસંખ્ય ગુણી છે.
માબાપની સેવાને બદલે દુષ્પતિકાર છે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટ રીતે ફરમાવે છે અને તેથી તે માબાપના ઉપકારને બદલે ગમે તે પ્રકારે માબાપની ચાકરી કરવાથી વળી શકતો નથી. વિવિધ પ્રકારની રસોઈ વડે ભેજના કરાવવામાં આવે, દ્રાક્ષાપાન વિગેરે અનેક પ્રકારનાં ઈષ્ટ અને મધુર પાણીનાં પાન કરાવવામાં આવે, અનેક પ્રકારના ઈચ્છિત સ્વાદિમ અને ખાદિમ પદાર્થો આપવામાં આવે, યાવ–તેઓને કેઈપણ પ્રકારને પરિશ્રમ નહિ આપતાં તેઓનું સમસ્ત જીવન સુખમય કરી દેવામાં આવે, તે પણ તેઓએ કરેલા ઉપકારનો બદલો વાળી શકાતો નથી, તે વાત શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. એમ હોવા છતાં પણ, જે તે પુત્ર માતાપિતાને શ્રી જિનેશ્વરદેવના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે, ગુરૂ આદિ દ્વારા તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરે, તે તે સમ્યક્ત્વ-પ્રાપ્તિ કરાવવાના પ્રયત્નને ઉપકાર એટલે બધે છે કે–તેની આગળ માતાપિતાએ પુત્રના પાલન માટે કરેલા ઉપકારની કોઈ જ કિંમત નથી. માતાપિતાએ કરેલું પાલન કેવળ સ્વાર્થ અને મેહના અગે હેવાથી, માત્ર પૌદ્ગલિક (બાહ્ય) છે, જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ નિઃસ્વાર્થ આત્મગુણરૂપ અને પારમાર્થિક છે, તેથી તે સમ્યક્ત્વપ્રાપ્તિ કરાવવા રૂપ ઉપકાર ઘણે જ મટે છે. આત્માના કલ્યાણને માટે પ્રાપ્ત કરાવાતો નાનામાં નાને ગુણ પણ એટલો બધો કિંમતી છે કે–તેની આગળ ત્રણ જગતનું પૌદ્ગલિક સુખ કાંઈ પણ હિસાબમાં નથી. ધર્મ જાણનારાઓને આ વાત સ્પષ્ટપણે માલુમ જ છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat