________________
દીક્ષાનું સુન્દર સ્વરૂ૫. . . . . . . . [ ૧૪૭ ક જ ગણવામાં આવેલી છે, તેમની ખાતર ભાવધર્મની અત્યંત ઉચ્ચ સ્થિતિરૂપ દીક્ષા એ અનાદરણીય ગણાય, તે પછી ત્રણ લોકના નાથ સર્વગુણસંપન્ન ભગવાન વીતરાગદેવની પૂજા તથા ગુરૂ મહારાજને અન્નાદિ અને ઔષધાદિ દેવાથી થતી સેવા, તેમજ દાન, શીલ, તપ, આદિ અનેક પ્રકારે બનતો ધર્મ આત્માને પરલોક સુધારનાર છે, માટે તેને છેડીને કઈપણ સમકિત દ્રષ્ટિથી દીક્ષા લઈ શકાય જ નહિ, કારણ કે–દીક્ષિત થએલા પુરૂષથી ગૃહસ્થોની જેમ દાન, દેવપૂજા, સાધુસેવા ઈત્યાદિ બનશે જ નહિં, પણ તે માન્યતા સાચી નથી. શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિગેરેનું ફળ ચારિત્ર ધર્મના આરાધનના લાખમાં એશે પણ નથી આવતું અને તેથી તેવી પૂ આદિને છેડીને પણ ભાવ ધર્મરૂપ ચારિત્ર અંગિકાર કરવામાં આવે છે, તે પછી માત્ર ઈહલોકને અંગે જ ઉપકાર કરનાર માતાપિતાની સેવા છેડીને, આત્માના પરમ કલ્યાણનું કારણ એવી દીક્ષા અંગિકાર કરવાનું કહેવામાં આવે, તેમાં આશ્ચર્ય જ શું? જે શ્રાવક કે શ્રાવિકાને જીદગી પર્યતને માટે દેવપૂજા કર્યા સિવાય કે ગુર્નાદિકને દાન દીધા સિવાય દાતણ પણ કરવું નહિ,-એવી સખ્ત પ્રતિજ્ઞા હોય છે, એવા સખ્ત નિયમવાળાં શ્રાવક-શ્રાવિકાને પણ તે નિયમ છોડીને દીક્ષા લેવી ઉચિત જ ગણવામાં આવેલી છે. જ્યારે ગૃહસ્થપણામાં હોય ત્યાં સુધી, આત્માનું હિત સાધનાર દ્રવ્ય સ્તવરૂપે નિયમિતપણે રહેલા આચારે પણ, દીક્ષાને અને છેડી દેવા તે વ્યાજબી છે, તે પછી ગૃહસ્થપણાને અંગે બંધાએલ માતાપિતાની સેવા ચાહે તેટલી ઉત્તમ છે, તે પણ તેને દીક્ષાના પરિણામની આડે લાવી શકાય જ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com